ETV Bharat / state

નર્સરીઓમાં પહેલીવાર પ્લાસ્ટિક રુટ ટ્રેનરમાં 2 લાખ તુલસી ઉછેરવા આયોજન

વડોદરામાં નર્સરીઓમાં(Vadodara Nursery) પહેલીવાર રુટ ટ્રેનરમાં બે લાખ તુલસીના રોપ(Cultivation Tulsi seedlings) ઉછેરવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોની માંગને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રજાતિના (nurseries at vadodara) રોપા ઉછેરવામાં આવી રહ્યા છે.

વડોદરાની નર્સરીઓમાં પ્લાસ્ટિકના રુટ ટ્રેનરમાં 2 લાખ તુલસી છોડ ઉછેરવાનું આયોજન

author img

By

Published : Dec 19, 2022, 12:43 PM IST

વડોદરા આપણા શાસ્ત્રોમાં તુલસીને ધણું (Tulsi medicinal herb) મહત્વ આપવામાં આવે છે. કેમકે તુલસીના છોડ ઔષધીય મૂલ્યો પણ ધરાવે છે. ત્યારે ઔષધીય રોપ ઉછેરની આગવી પહેલ (Cultivation Tulsi plant Vadodara) કરવામાં આવી છે. વડોદરા તાલુકાની નર્સરીઓમાં (nurseries at vadodara) પહેલીવાર રુટ ટ્રેનરમાં બે લાખ તુલસીના રોપ ઉછેરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોની માંગને અનુલક્ષીને વિવિધ પ્રજાતિના(Seedlings different species Tulsi) રોપા ઉછેરવામાં આવે છે.

2 લાખ તુલસી છોડ ઉછેરવાનું આયોજન
2 લાખ તુલસી છોડ ઉછેરવાનું આયોજન

ઉછેર કેન્દ્રો સામાજિક વનીકરણ વિભાગ હેઠળ વડોદરા શહેરના સયાજીબાગ પાછળની જગ્યામાં ફાજલપુરમાં બે મળીને કુલ ત્રણ નર્સરીઓ એટલે કે રોપ ઉછેર કેન્દ્રો છે. જ્યાં લગભગ બારેમાસ અવિરત રોપા ઉછેરનું કામ ચાલે છે. આશીર્વાદ રૂપ ઔષધીય વનસ્પતિઓ અંગે સમાજમાં જાગૃતિ અને તેના રોપાની લોકમાંગ વધી છે. તેને અનુલક્ષીને અમે પહેલીવાર તુલસીના રોપા ઉછેરવાનું આયોજન કર્યું છે.

અલગ અલગ પ્રજાતિના રોપા ઉછેર
અલગ અલગ પ્રજાતિના રોપા ઉછેર

પાળા શેઢા ગ્રામ વિસ્તારમાં મોટેભાગે ખેતરના પાળા શેઢા પર ઉછેરી શકાય એવી વનસ્પતિઓની માંગ વધુ છે. શહેરી વિસ્તારમાં આંગણ અને છત ઉદ્યાન - home and terrace gardenને અનુકૂળ ફૂલ,ફળ અને સુશોભન વૃક્ષ પ્રજાતિઓના રોપાની માંગ હોય છે. તેને ધ્યાનમાં રાખીને બંને પ્રકારનો રોપ ઉછેર વન વિભાગ કરે છે. થોડા સમય પહેલા જોખમ હેઠળની વનસ્પતિઓ ને સાચવવા બાઓબાબ, રુખડો,અંકોલ અને રાવણતાડના રોપાં એક પ્રયોગ તરીકે ઉછેરવામાં સફળતા મળી હતી.

2 લાખ તુલસી છોડ ઉછેરવાનું આયોજન
2 લાખ તુલસી છોડ ઉછેરવાનું આયોજન

પ્રયોગ કર્યો તત્કાલીન નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાની પ્રેરણાથી તે સમયના પરિક્ષેત્ર વન અધિકારી નિધિ દવે અને નર્સરીની ટીમે આ પ્રયોગ કર્યો હતો. આમ,સામાજિક વનીકરણ વિભાગ વડોદરા હેઠળની નર્સરીઓ રોપા ઉછેરી પર્યાવરણને નવું જીવન આપવાની ઉપયોગી પ્રવૃત્તિ કરે છે. તો બીજી તરફ ખાતાકીય વાવેતર અને લોક માંગ પ્રમાણે છોડ ઉપલબ્ધ કરાવે છે. ખેડૂતો ઉત્તમ પ્રકારની નીલગીરીના વાવેતરથી પૂરક આવક મેળવે એવા આશયથી ગયા વર્ષે વિભાગે 13 હજાર જેટલા કલોનલ નીલગીરી રોપાનું ખેડૂતોને જોગવાઈઓને આધીન વિતરણ કર્યું હતું.

તુલસી ઔષધીય વનસ્પતિ છે. અને એના રોપાંની માંગ ઘણી છે. તેને અનુલક્ષીને અમારી નર્સરીઓમાં શંકુ આકારના પ્લાસ્ટિકના રુટ ટ્રેનરમાં 2 લાખ તુલસી છોડ ઉછેરવાનું આયોજન કર્યું છે. નર્સરીઓમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવાની કામગીરી લગભગ બારેમાસ સતત ચાલતી રહે છે. મનરેગા અને ખાતાકીય યોજનાઓ હેઠળ આ રોપ ઉછેરની આ કામગીરી શ્રમજીવીઓને રોજગારી પણ આપે છે. --કરણસિંહ રાજપૂત (વન અધિકારી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.