ETV Bharat / state

વડોદરા: આસારામને મુક્ત કરવા મહિલા ઉત્થાન મંડળે કલેક્ટરને આવેદન આપ્યું - latest news of ashram

દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામને મુક્ત કરવાની માગ સાથે વડોદરાના મહિલા ઉત્થાન મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.

vadodara
vadodara
author img

By

Published : Mar 12, 2020, 7:37 PM IST

Updated : Mar 12, 2020, 7:50 PM IST

વડોદરાઃ મહિલા ઉત્થાન મંડળની મહિલાઓ દ્વારા ફેટા, મુગુટ સહિત વિવિધ વેશભુષા સાથે આસારામને જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે મૌન રેલી યોજી હતી. મહિલા ઉત્થાન મંડળ આશ્રમ ખાતેથી નીકળેલી રેલી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી. તેમજ આસારામને જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

વડોદરામાં આશારામને મુક્ત કરવા મહિલા ઉત્થાન મંડળે કલેક્ટરને આવેદન પાઠવ્યું

મહિલા ઉત્થાન મંડળના અગ્રણી નિરૂબહેન સુતરીયાએ જણાવ્યું હતું કે, "મારા ગુરૂને એક યુવતીએ મુકેલા દુષ્કર્મના આરોપના કારણે છેલ્લા 6 વર્ષ કરતા વધુ સમયથી વર્ષથી જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓની સામે કોઇ આરોપ સાબિત થયો નથી. તેઓ નિર્દોષ છે. જેથી તેઓને જેલમાંથી વહેલીતકે મુક્ત કરવા અમારી માગણી છે. બાપુને જોવા અને તેમના દર્શન કરવા માટે લાખો-કરોડો મહિલાઓની આંખો તરસી રહી છે.

વડોદરા શહેરના માર્ગો ઉપર મહિલા ઉત્થાન મંડળ દ્વારા યોજાવામાં આવેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં આસારામ દ્વારા બનાવવામાં આવેલા મહિલા ઉત્થાન મંડળની મહિલાઓ, યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી. ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસમાં 6 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં બંધ છે એ આસારામના પોસ્ટર સાથે મહિલા દિવસ ઉજવાયો હતો.

Last Updated : Mar 12, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.