વડોદરાઃ કોરોના વાઈરસને કારણે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી મનસ્વી સોસાયટીમાં અમદાવાદથી જાન આવી હતી. અમદાવાદથી આવેલા તમામ જાનૈયાઓને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા અને સેનેટાઇઝરથી હાથ ધોવડાવવામાં આવ્યા હતા. અમદાવાદથી લગ્ન કરવા આવેલા વરરાજા શશાંત જાધવ અને કન્યા નિધી ભરતભાઇ સોનુણેએ પણ માસ્ક પહેરીને લગ્ન કર્યાં હતા.
અમદાવાદના વરરાજા શશાંત જાધવની બહેન નિલમ સાવંત લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી થઇ છે. કોરોના વાઈરસને કારણે લગ્નની તારીખ 3 વખત બદલવામાં આવી હતી પરંતુ બહેન પોતાના ભાઇના લગ્નમાં આવી શકી ન હતી.પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, ત્યારે લગ્ન પ્રસંગમાં ઘણા લોકો ભેગા થયા છે. જેથી સુરક્ષા માટે તમામ લોકો માટે માસ્કની વ્યવસ્થા કરી છે.
લગ્નમાં આવેલા માધુરીબેને જણાવ્યું હતું કે, હું લગ્નમાં આવી છું અહીં દરેક વ્યક્તિએ માસ્ક પહેરીને લગ્નમાં હાજરી આપી છે.સરકારની સૂચનાઓનું પાલન કરવુ જોઇએ જેથી કરીને કોરોના વાઈરસ આગળ વધતા અટકાવી શકાય વરૂણભાઇએ જણાવ્યુ હતું કે, હું અમદાવાદથી લગ્ન પ્રસંગમાં વડોદરા આવ્યો છું અહીં માસ્કની વ્યવસ્થા કરી છે. જે સારી બાબત છે અને આપણા અને બીજા વ્યક્તિ માટે માસ્ક પહેરવુ જરૂરી છે.