વડોદરાઃ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાં સંક્રમણને અટકાવવા લોકડાઉન કરી લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
તેમ છતાં લોકો ટોળે વળી જાહેરનામાંનો ભંગ કરતાં હોવાની અનેક ફરિયાદો પોલીસ કન્ટ્રોલરૂમને મળતાં પોલીસ એક્શનમાં આવી છે. પોલીસના મોટા વાહનો આવી સાંકડી ગલી મહોલ્લામાં ન જઈ શકતા હોવાથી હવે વડોદરા શહેર પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે.
પોલીસ વિભાગ દ્વારા જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. જે લોકોને સાયરન વગાડી ઘરની અંદર રહેવા જ અપીલ કરશે તેમ છતાં કોઈ તત્વો ટોળે વળી જાહેરનામાંનો ભંગ કરતા જણાઈ આવશે. તો તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે હોવાનું ડીસીપી સંદીપ ચૌધરીએ જણાવ્યું હતું.