ETV Bharat / state

વાપીના છીરી ગામમાં 50 હજાર રૂપિયાની ચોરી, ઘટના CCTVમાં કેદ - છીરી ગામમાં ચોરીની ઘટના

વાપીના છીરીમાં કરિયાણાની દુકાનમાં 50 હજાર રૂપિયાની ચોરી થઇ હતી. ચોરી કરવા આવેલા ત્રણ ઇસમો CCTVમાં કેદ થયા હતા. આ ઈસમો દુકાનનો દરવાજો તોડી રૂપિયા 50 હજાર લઇને ફરાર થઈ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

chhiri village
chhiri village
author img

By

Published : Dec 26, 2020, 7:23 PM IST

Updated : Dec 26, 2020, 7:42 PM IST

  • છીરી ગામમાં 50 હજાર રૂપિયાની ચોરી
  • 3 ઇસમો દુકાનનો દરવાજો તોડી રોકડ લઇ ફરાર
  • ચોરીના ઘટના CCTVમાં કેદ

વાપી : છીરીમાં રહેતા દેવેન્દ્રભાઇ માલીની કરિયાણાની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દુકાનનો દરવાજો તોડી 50 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કરનાર ઈસમો CCTVમાં કેદ થયા છે. જે આધારે 3 ચોરને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરીની ઘટના CCTVમાં કેદ
ચોરીની ઘટના CCTVમાં કેદ

દુકાન માલિક પહોંચે તે પહેલાં તસ્કરો ફરાર

છીરીમાં રહેતા દેવેન્દ્રભાઇ કરિયાણાની દુકાન રાબેતા મુજબ બંધ કરી ઉપર મકાનમાં જતા રહ્યા હતા. દુકાનના દરવાજામાં સેન્સર લગાવ્યા હોવાથી મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ પાછળનો દરવાજો તૂટતા તેમને મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો. જેથી તાત્કાલિક દુકાને પહોંચ્યા હતાં. પરંતુ તે પહોંચે તે પહેલા તસ્કરો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

વાપીના છીરી ગામમાં 50 હજાર રૂપિયાની ચોરી
તસ્કરોએ 50 હજારની ચોરી કરી

દુકાનમાં લગાવેલા CCTV કેમેરામાં તપાસ કરતા ત્રણ તસ્કરો ચોરી કરતા નજરે પડ્યા હતા. જેની 100 નંબર ઉપર જાણ કરાઇ હતી. ગલ્લામાંથી રૂ.50,000ની ચોરી થયા હોવાનું દુકાનદારે જણાવ્યું હતું.

Last Updated : Dec 26, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.