વડોદરા એટલે સંસ્કારી નગરી અને ઐતિહાસિક નગરી છે. સયાજીબાગથી લઇને અનેક ઐતિહાસિક ઇમારતો વડોદરા શહેરમાં છે. મહાનગરપાલિકાને માત્ર એક રૂપિયાના ટોકન પર કચેરી પણ આપી છે. પરંતુ દુખની વાત એ છે કે વડોદરા શહેરને જ રળિયામણું બનાવનાર સર સયાજીરાવ ગાયકવાડ પ્રતિમાં (Sayajirao Gaikwad statue) દુર્દશિત હાલતમાં જોવા મળી છે
પ્રતિમાં ખંડિત હાલતમાં સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમાં ખંડિત હાલતમાં કાલા ધોડા સર્કલથી મળી આવી છે. પ્રતિમાં ખંડિત હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ આ પ્રતિમા કાલાઘોડા સર્કલ પાસે કોણ મૂકી ગયુ તે તપાસનો વિષય છે. પોલીસ કમિશ્નર દ્વારા સીસીટીવી ચકાસવામાં આવે અને જે પણ લોકો મૂકી ગયા હોય તેવી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.ગાયકવાડે વડોદરા અને પાલિકાને ઘણુ આપ્યુ છે. ત્યારે આ ખંડિત પ્રતિમાને વહેલીને વહેલી તકે રિપેર કરીને જનતાની વચ્ચે મૂકે તેવી અમારી માંગ છે. આ સાથે જ શહેરમાં અન્ય પ્રતિમા છે જે લીલી પડી ગઇ છે. સત્તાધીશોએ તેના પર ધ્યાન લઇને રિપેર કરીને જાણવણી કરવી જોઇએ.
મૂકનારની ઓળખ જ્યારે આ બાબતે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે આ કૃત્ય કરનારને હું વખોડુ છુ. આ પ્રતિમા મૂકનારની ઓળખ કરવાની જરૂર કોશિશ કરીશુ.કોર્પોરેશન અને પોલીસ દ્નારા મળીને સીસીટીવીના માધ્યમથી પ્રતિમા મૂકી જનારની તપાસ કરીશુ. આ ઘટના પર તુરંતુ એક્શન લેવાય તેવો અમારો પ્રયાસ છે. સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા માટે ખૂબ જ સારુ કામ કર્યુ છે. ત્યારે આજે તેની પ્રતિમાની આ હાલત કરવાની ઘટનાને હું વખોડુ છુ. તેમ જણાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે સંસ્કારી નગરી વડોદરા એમ જ નથી કહેવાતી.અહીં અનેક મહાનુભવોના પ્રતિમા સાથે સર્કલ અને ચોક આવેલા છે. સત્તાધીશોએ તેની જાળવણી અને સંભાળ રાખવી એ ખૂબ જરૂરી છે. એમાંય સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની આવી હાલત હોય તો અન્યનું વિચારવુ રહ્યુ.