વડોદરાઃ મહાનગરપાલિકા દ્વારા ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધી સૌથી લાંબો ફ્લાયઓવર બ્રીજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે બ્રીજના બાંધકામને કારણે રેસકોર્ષ સર્કલ ખાતે આવેલી બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા બ્રીજ નીચે ઢંકાઈ જાય છે.
આ કારણે શુક્રવાર સવારે SC, ST, OBC અધિકાર મંચ અને રોહિત સમાજના વિવિધ સંગઠનોએ મેયર ડૉ. જીગીશાબેન શેઠ, ડેપ્યુટી મેયર ડૉ. જીવરાજ ચૌહાણ, સત્તાધારી પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટને બાબા સાહેબની પ્રતિમા વ્યવસ્થિત જગયાએ ફરી સ્થાપિત કરવા માંગ કરી હતી.
મેયર, ડેપ્યુટી મેયર તેમજ સત્તાધારી પક્ષના નેતાએ સ્થળ નિરીક્ષણ કરી બાબા સાહેબની પ્રતિમાને વ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત કરવા ખાતરી આપી હતી. જે કારણે દલીત સમાજમાં ખુશીની લહેર પ્રસરી હતી. સમાજના આગેવાનોએ સંગઠન વતી મેયર ડૉ. જીગીશાબેન શેઠ અને ડેપ્યુટી મેયર ડૉ. જીવરાજ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો.