ETV Bharat / state

નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સવાર 3 યુવાનો કેનાલમાં ખાબક્યાં

વડોદરા શહેર નજીક શેરખી ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક ઉપર સવાર 3 યુવાનો કેનાલમાં ખાબક્યા હતા. જે યુવાનો સવારમાં નોકરી પર જઇ રહ્યાં હતાં. જેમાં બાઇક પરનો કાબૂ ગુમાવતા તે કેનાલમાં ખાબક્યા હતાં જેમાંથી 1 યુવકનો બચાવ થયો છે. 2 હજુ લાપતા છે.

aaa
નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક ઉપર સવાર 3 યુવાનો કેનાલમાં ખાબક્યાં
author img

By

Published : Feb 17, 2020, 6:04 PM IST

વડોદરાઃ શહેર નજીક શેરખી ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક ઉપર સવાર 3 યુવાનો કેનાલમાં ખાબક્યા છે. જે પૈકી એક યુવાનને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે. જ્યારે બે યુવાનો લાપતા છે. વડોદરા ફાયર બ્રિગેડના 9 લશ્કરો દ્વારા 2 યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કોસિન્દ્રા ગામાના ત્રણ યુવાને સવારે 8:30 વાગ્યાની આસપાસ કોસિન્દ્રાથી વડોદરા નોકરી જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે શેરખી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે પહોંચ્યા, ત્યારે બાઇક ચાલકે કાબૂ ગુમાવતા ત્રણેય યુવાનો બાઇક સાથે નર્મદા કેનાલમાં ખાબક્યા હતા.

નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સવાર 3 યુવાનો કેનાલમાં ખાબક્યાં

જો કે, આસપાસના લોકોએ આ દ્રશ્ય જોતા જ એક યુવાનને કેનાલમાંથી બચાવીને બહાર કાઢ્યો હતો. જો કે, બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જેથી સ્થાનિક લોકોએ તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે 2 યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. બંને યુવાનો સાથે બાઇક પર પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જો કે, ફાયર બ્રિગેડે બાઇકને બહાર કાઢી હતી.

ફાયર બ્રિગેડની ટીમે બંને યુવાનોની બે કિ.મી. સુધી શોધખોળ કરી હતી, પરંતુ બંને યુવાનોનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. પાણીનો પ્રવાહ વધારે હોવાથી યુવાનોને શોધવામાં ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી રહી છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.