શહેરમાં ડ્રગનો નશો કરાવતા 10 જેટલા સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચ, SOG અને PCB દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં 56 લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છૂપી રીતે અનેક સ્થળો પર નશીલા પદાર્થનું સેવન કરાવવામાં આવે છે. જેના કારણે યુવાઓ સહિત લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. આથી વડોદરા પોલીસ તંત્રએ ડ્રગનો નશો કરાવતાં સ્થળો પર બાજ નજર રાખી હતી અને તક મળતાં તે સ્થળો પર દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી છે.