ETV Bharat / state

પાદરા નજીક ઈપ્કા લેબોરેટરી કંપનીમાં 23 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા - Ipca Laboratorie

પાદરાના રણું ગામ પાસે આવેલા ઈપ્કા લેબોરેટરી કંપનીમાં રૂપિયા 23 લાખના API પાવડરની ચોરીનો ભેદ ઉકેલવામાં પાદરા પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીની તપાસ દરમિયાન પાંચ શખ્સની ધરપકડ કરી છે.

vadodara
vadodara
author img

By

Published : Nov 25, 2020, 9:39 AM IST

  • રણું ગામ નજીક ઈપ્કા લેબોરેટરી કંપનીમાં 23 લાખના એપીઆઈ પાવડરની ચોરીનો ભેદ ઉકેલાયો
  • પાદરા પોલીસે પાંચ લોકોની કરી ધરપકડ

પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

વડોદરાઃ પાદરાના રણું ગામ પાસે આવેલા ઈપ્કા લેબોરેટરી કંપનીમાં રૂપિયા 23 લાખના API પાવડરની ચોરીનો ભેદ ઉકેલવામાં પાદરા પોલીસને સફળતા સાંપડી હતી. પોલીસે ચોરીની તપાસ દરમિયાન પાંચ શખ્સની ધરપકડ કરી આરોપીઓને સાથી રાખીને કંપનીમાં ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આરોપીઓને સાથે રાખી પોલીસે ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

પાદરા પોલીસે 23 લાખના મુદ્દામાલ પાવડરના જથ્થામાંથી 19,13,600 રૂપિયાનો પાવડર રીકવર કરી બાકી રહેલા પાવડરની તપાસ હાથ ધરી છે. જે અંગે આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. પાદરા પોલીસે ઝડપેલા આરોપીઓને સાથે રાખી ઈપ્કા કંપની ખાતે ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. પાદરા પોલીસે આરોપીઓ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં એક કંપનીનો કાયમી કર્મચારી અને ત્રણ કોન્ટ્રાકટના કામદારો સામેલ છે.

પાદરા નજીક ઈપ્કા લેબોરેટરી કંપનીમાં 23 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા
પોલીસે તપાસ દરમિયાન અશ્વિન ગણપત પઢિયાર રહેવાસી વડુ તાલુકો પાદરા, સંજય પ્રવીણ પઢિયાર, વિરસિંહ ઉર્ફે ભગો ઉદેસિંહ જાદવ, વિજય જગદીશ સોલંકી અને જયેશ રસિકભાઈ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઝડપાયેલા આરોપી પૈકી એક કામદાર વીરસિંહ જાદવ ઈપ્કા કંપનીનો કાયમી કર્મચારી છે તથા ત્રણ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારો સાથે મળી એક કંપનીનો જ પૂર્વ હંગામી કામદાર હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાદરા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. કંપનીના કાયમી કર્મચારી વીરસિંહ જાદવે બનાવેલા પ્લાન મુજબ આરોપી અશ્વિન પઢીયાર તેમજ સંજય પઢીયાર ઈપ્કા કંપનીના પાછળના ભાગે આવેલી દીવાલ કુદીને અંદર આવીને રાત્રીના સમયમાં વેર હાઉસમાં રહીને દોઢ કલાકની જહેમત ઉઠાવી વેર હાઉસ ખોલી મટીરીયલ બહાર કાઢી ડ્રમમાં મૂકી કંપનીના આર.ઓ પ્લાન્ટની સામેની દીવાલ પાસે મુકીને થોડા સમય બાદ કંપનીની બહાર નીકળી ગયા હતા. પોલીસે આ ઘટનામાં આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.