ETV Bharat / state

Organic Farming: ઈન્ટરનેટની મદદથી ખેડૂતે મેળવી માહિતી, ને આજે હળદરની ઓર્ગેનિક ખેતી કરી બન્યા પ્રેરણાસ્ત્રોત - Help of Internet Farmer do organic farming

વડોદરામાં બરકાલ ગામના ખેડૂતે ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરી કઈ રીતે કમાણી કરવી તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઈન્ટરનેટની મદદથી ઓર્ગેનિક ખેતી વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ હળદરની ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

Organic Farming: ઈન્ટરનેટની મદદથી ખેડૂતે મેળવી માહિતી, ને આજે હળદરની ઓર્ગેનિક ખેતી કરી બન્યા પ્રેરણાસ્ત્રોત

author img

By

Published : Mar 15, 2023, 8:05 PM IST

વડોદરાઃ હાલ દિવસને દિવસ તમામ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે. તેમાંથી ખેતીનું ક્ષેત્ર પણ દૂર રહી શક્યું નથી. ગુજરાતના ખેડૂતો પણ હવે ઈન્ટરનેટ અને ટેકનોલોજીની મદદથી અવનવી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગુજરાતના ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી પ્રત્યે આકર્ષણ વધતું જાય છે. ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બરકાલ ગામનાં એક ખેડૂત અનેક ખેડૂત માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

આ પણ વાંચોઃ Cultivated potatoes: ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરીના ખેડૂતે એર પોટેટોની કરી ખેતી

લાખો રૂપિયાની કમાણીઃ આ ખેડૂત 6.5 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સાથે જ તેઓ લોકોને સંદેશો પણ પહોંચાડી રહ્યા છે કે, હાલના સમયમાં કેમિકલયુક્ત ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં વધુ પડતું વળતર અને ઉત્પાદન મળે છે. આ ઉત્પાદન સ્વાસ્થ્ય માટે પણ સારું રહેતું હોય છે.

ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાઃ હાલમાં સરકાર દ્વારા પણ અવારનવાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજીને માહિતગાર કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો અવનવી યુક્તિઓ અપનાવીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવેલું ઉત્પાદન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. તેમ જ જમીનની ફળદ્રુપતા પણ ટકી રહે છે, જેથી પ્રાકૃતિક ખેતી હાલના યુગમાં પણ વધતી જાય છે. બરકાલ ગામના આ પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક હળદરની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે અને તે બીજા ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

પ્રગતિશીલ ખેડૂતે જાતે જાણકારી મેળવી પ્રયાસ કર્યાઃ શિનોર તાલુકાના બરકાલ ખાતે રહેતા ખેડૂત બંકિમ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ઈન્ટરનેટ અને સમાચારપત્રોના માધ્યમથી અવનવી ખેતી કરવાના પ્રયાસો હાથ ધરતા હતા. તેવામાં સોશિયલ મીડિયા પર તેઓ કંઈક સર્ચ કરી રહ્યા હતા. તે વખતે તેમને હળદરની ખેતી વિશે જાણવા મળ્યું હતું. તેને લઈને તેઓ અનેક રાજ્યોની અંદર હળદરની ખેતી કેવી રીતે થાય છે અને તેના માટે કયા કયા સાધનોની જરૂરિયાત છે. તેની પ્રત્યક્ષ જાણકારી મેળવી પોતાના ખેતરમાં ચાલુ વર્ષે ઓર્ગેનિક હળદરનું વાવેતર કર્યું હતું.

હળદરને તૈયાર થતાં 9 મહિનાનો સમય લાગે છેઃ આ ઓર્ગેનિક હળદરની ખેતીમાં હળદર તૈયાર થતાં 9 મહિનાનો સમય લાગે છે. પરંતુ તેની સામે વાતાવરણની કોઈપણ અસર રહેતી નથી. કારણ કે, 2થી અઢી ફૂટ જેટલા તેના છોડ થાય છે અને તેનું સીધું બંધારણ જમીન સાથે હોય છે. આના કારણે કમોસમી વરસાદ કે પછી વાવાઝોડાની કોઈ અસર થતી નથી. એક એકરની અંદર 400 કિલો જેટલી હળદરનો મલબક પાક મળવી શકાતો હોય છે.

પ્રાકૃતિક ખેતીએ સમગ્ર વડોદરા જિલ્લામાં નામના મેળવીઃ શિનોર તાલુકાના બરકાલ ગામના પ્રગતિશીલ ખેડૂત બંકિમ પટેલે પોતાના ખેતરના 6.50 એકરના ભાગમાં ઓર્ગેનિક હળદરની ખેતીનું વાવેતર કર્યું છે. અગાઉ આ ખેડૂત બંકિમ પટેલ કેળાં, કપાસ, દિવેલા સહિતના પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ હાલના સમયમાં વાતાવરણનો કોઈ ભરોસો નથી રહ્યો, જેના કારણે અવનવી ખેતી કરવાનું વિચારી રહ્યા હતા. આવામાં તેમને હળદરની પ્રાકૃતિક ખેતી કરવા તરફ મહેનત કરી પ્રયત્નો કર્યા અને તેમાં તેઓ સફળ રહ્યાં.

જરૂરી સાધનો જાતે વિકસાવ્યાઃ કાચી હળદરને છૂટી પાડવા મસાલા ચક્કી, બોઈલર અને પોલિસ મશીન જેવા સાધનોની જરૂરિયાત પડતી હોય છે. એટલું જ નહીં, પ્રગતિશીલ ખેડૂત બજારમાં મળતા લાખોની કિંમતવાળા સાધનોનો ઉપયોગ કર્યો નથી. પરંતુ પોતાની આગવી સૂઝબૂઝથી પોતાની જાતે સાધનો ઘરે બનાવ્યા છે. આના કારણે તેઓ ઓછા રોકાણથી પણ પોતાનું કામ ચલાવી શક્યાં છે. બીજી તરફ જાતે જ ઓર્ગેનિક હળદર ગ્રાહકો સુધી પહોંચાડવા માટે પોતાના ખેતરની અંદર એક ઘંટી બનાવી છે. પરંતુ કોઈ પણ ઘંટીને ચલાવવા થ્રી ફેઝ કનેક્શન હોવું જોઈએ પણ આ પ્રગતિશીલ ખેડૂત બંકિમ પટેલ દ્વારા સિંગલ ફેજની મોટર બનાવી ઘંટી ઉપર હળદર દરવાનું કામ કરી રહ્યાં છે.

સીધાં ગ્રાહકને વેચાણ કરવાની પદ્ધતિ દ્વારા નફો વધાર્યોઃ બજારમાં મળતી અનેક કંપનીની હળદરમાં ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું છે. એવામાં આ પ્રગતિશીલ ખેડૂત બંકીમ પટેલ દ્વારા પોતાના ખેતરમાં પકવેલી ઓર્ગેનિક હળદરના પેકિંગ સાથે બજારમાં મળતી હળદરથી પણ ઓછા ભાવ લઈ સીધાં જ પોતાનો માલ ગ્રાહકના હાથ સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ, તો બજારમાં 300થી 350 રૂપિયા સુધી એક કિલોનો હળદરનો ભાવ હોય છે. પરંતુ આ ખેડૂતો દ્વારા 220 રૂપિયાના કિલોનો ભાવ રાખી ઓછા માર્જિનથી ઓર્ગેનિક હળદર ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચોઃ Organic farming: નવસારીના ખેડૂતે ખેતરને બનાવ્યું પ્રાકૃતિક ખેતીની પ્રયોગશાળા

ખેડૂતના નવા સાહસના લોકો વખાણ કરી રહ્યા છેઃ બંકિમભાઈએ ઓર્ગેનિક હળદરની ખેતી કરી મબલક નફો કર્યો હોવાની વાત સમગ્ર પંથકમાં ફેલાઈ છે. તેઓ આ ખેતીમાં સફળ રહ્યા છે. તે વાતને લઈને રોજિંદા 4થી 5 ખેડૂતો આ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે અને તેઓ પણ આ પ્રગતિશીલ ખેડૂત બંકિમભાઈ પટેલ જેવી અવનવી યુક્તિ, મહેનત, અને અંગત રસ દાખવી પોતાના ખેતરની અંદર હવે અવનવા પાક કરવા માટે માહિતી લઈ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત બની રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.