વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. જો કે વરસાદ અને વાદળછાયા વાતાવરણને પગલે તડકો નહિ નિકળતા ભેજવાળા વાતાવરણના કારણે સ્વાઇન ફ્લૂએ ફરી અક વખત માથુ ઊંચક્યું છે. એક સપ્તાહમાં શહેર-જિલ્લામાં સ્વાઇન ફ્લૂના બે કેસ નોંધાયા હતા,જે પૈકી એક વૃધ્ધ મહિલાનું મોત નિપજયું હતું..
મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલ કંડારી ગામના ૬૮ વર્ષના મહિલા શહેરના ખાનગી હોસ્પિટલમાં ફ્લૂની સારવાર માટે દાખલ થયા હતા. ૨૬ જુલાઇએ તેમના રિપોર્ટમાં સ્વાઇ ફ્લૂ પોઝિટિવ આવતા સ્વાઇન ફ્લૂની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષના વૃધ્ધને પણ શરદી તાવની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમના રિપોર્ટમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તેમની સ્વાઇન ફ્લૂની સારવાર ચાલી રહી છે.