- સ્વામી વિવેકાનંદ જ્યંતીની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાનનું વિડીઓ કોન્ફરન્સથી સંબોધન
- સાવલી તાલુકા સેવાસદનમાં કોરોના વોરીયર્સ સાથે મુખ્યપ્રધાને સંવાદ કર્યો
- સરકારના પ્રજાલક્ષી નિર્ણયો વિષયક માહિતી લાભાર્થીઓ સુધી પહોંચાડવા કડીરૂપ બનવા જણાવ્યું
વડોદરાઃ સ્વામી વિવેકાનંદજીની 12 જાન્યુઆરીના રોજ મંગળવારે 117 મી જન્મજયંતીની રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સાવલી તાલુકા સેવાસદન ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી કોરોનાં વોરીયર્સ અને સમાજ સેવા સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓને સંબોધિત કર્યા હતા.
સાવલી નગર અને તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવ ધરાવતાં વ્યક્તિઓ જોડાયા
સાવલી તાલુકા સેવાસદનના વીડિઓ કોન્ફરન્સ હોલમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સાવલી નગર તેમજ તાલુકામાં વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવ ધરાવતાં વ્યક્તિઓ ડોકટર,ખેડૂત, સમાજ સેવા સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રની વ્યક્તિઓ સાથે વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાનનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યપ્રધાને સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો
મુખ્યપ્રધાને સમાજ સાથે જોડાયેલા સેવાભાવીઓ દ્વારા રાજ્ય સરકારના પ્રજાહીત લક્ષી નિર્ણયો વિષયની જાણકારી દરેક લાભાર્થીઓ સુધી પહોંચાડવા જાગૃત પ્રભાવીઓ સરકાર અને પ્રજા વચ્ચે કડી રૂપ બનવા જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીની 117 મી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપે 12 જાન્યુઆરીએ ઉજવણી પહેલાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના 312 સેન્ટરો પર 8210 દરેક ક્ષેત્રના પ્રભાવી યુવાનો સાથે મુખ્યપ્રધાનનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જે અનુસંધાને વડોદરા જીલ્લાના સાવલી સ્થિત તાલુકા સેવાસદનના વીડિઓ કોન્ફરન્સ હોલમાં સાવલી નગર અને તાલુકાના વિવિધ ક્ષેત્રમાં જેમ કે કોરોના સંકટમાં સેવા આપતાં ડોક્ટર, વકીલ, આધ્યાત્મિક,યોગ ટીચર,ખેડૂતો, સામાજિક સેવા સાથે સંકળાયેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય પ્રધાને સંબોધનમાં સરકારની સમાજ ઉપયોગી નિર્ણયો અને યોજનાઓથી અવગત કરી જે તે વિસ્તારના લાભાર્થીઓને માહિતગાર કરવા સરકાર અને પ્રજા વચ્ચે કડીરૂપ બનવા જણાવ્યું હતું.