ETV Bharat / state

Lumpy virus in Gujarat: જિલ્લામાં લમ્પી વાયરસના 32 કેસ એક્ટિવ, એક પણ પશુનું મોત નહીં

ગુજરાતમાં કોરોના બાદ પશુઓમાં લમ્પીનો કહેર( Lumpy virus in Gujarat)જોવા મળાી રહ્યો છે. લમ્પી વાયરસના કારણે ઘણા પશુ મોતને ભેટ્યા છે. પશુઓને બચાવવા રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લામાં 60થી વધુ લમ્પી વાયરસના કેસ નોંધાયા હતા. હાલમાં 32 કેસ એક્ટિવ છે. જ્યારે એક પણ પશુનું મોત નોંધયું નથી.

Lumpy virus in Gujarat: જિલ્લામાં  લમ્પી વાયરસથી એક પણ પશુનું મોત નહીં

author img

By

Published : Aug 6, 2022, 4:40 PM IST

વડોદરાઃ ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર જોવા( Lumpy virus in Gujarat) મળી રહ્યો છે. દરરોજ લગભગ અસંખ્ય પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ પશુઓને રસી આપ્યા બાદ પણ મહદંશે લમ્પીના લક્ષણો જોવા મળતા હોય છે. વડોદરા જિલ્લામાં લમ્પીના(Lumpy virus in Vadodara)કારણે એક પણ પશુનું મોત નોંધાયું નથી. જિલ્લામાં રોજે રોજ બે થી ત્રણ કેસ જોવા મળી રહ્યા છે તે આગામી સમયમાં ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃ Tarnetar Fair 2022 : લમ્પીથી તરણેતરના મેળાની રંગત થઇ ફિક્કી, રદ થઇ બે સ્પર્ધા

લમ્પી વાયરસના 32 કેસ - વડોદરા શહેરને બાદ કરતા રાજ્યમાં લમ્પી વાયરસને કારણે અનેક પશુઓના મોત નિપજ્યા છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા પશુમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં 60થી વધુ લમ્પી વાયરસના ( Lumpy virus)કેસ નોંધાયા હતા. હાલમાં 32 કેસ એક્ટિવ છે. જેમાં પાદરા તાલુકામાં 21 કેસ , કરજણ 10 કેસ ,ડભોઇ 1 કેસ નોંધાયો છે. હાલ સુધીમાં કુલ 3000 સરકાર તરફથી અને 10,000 રસીના ડોઝ ડેરી તરફથી ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Lumpy virus in Gujarat : મુખ્યપ્રધાન લમ્પી વાયરસને લઈને એક્શનમાં, જામનગરની લીધી મુલાકાત

જિલ્લામાં પશુનું મોત નોંધાયું નથી - સમગ્ર જિલ્લામાં 5 લાખની આસપાસ પશુ સામે માત્ર 5500 થી વધુનું રસીકરણ કરવામાં આવ્યું છે. હાલ સુધીમાં વડોદરા જિલ્લામાં કોઈ પશુનું મૃત્યુ નોંધાયું નથી. શહેરમાં હાલ સુધીમાં લમ્પી વાયરસનો કેસ જોવા નથી મળ્યો, પરંતુ અગાઉ શહેરમાં ત્રણ ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. તે પશુ રિકવર કરવામાં આવ્યા હતા. હાલમાં શહેરમાં સ્થિતિ સારી છે પરંતુ વડોદરા જિલ્લામાં રોજે રોજ બે થી ત્રણ કેસ જોવા મળી રહ્યા છે તે આગામી સમયમાં ચિંતાનો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.