ETV Bharat / state

વડોદરામાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો - વડોદરામાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો

વડોદરા શહેરમાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવતાં તંત્રએ આકરા નિર્ણયો લીધા છે.વડોદરા શહેરમાં ચાલતી તમામ અન્ન સેવા બંધ કરવાનાં આદેશ આપ્યા હતા.

વડોદરામાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો

author img

By

Published : Apr 5, 2020, 11:49 PM IST

વડોદરા : જિલ્લામાં સાત દિવસ બાદ આઠમાં દિવસે કોરોના પોઝિટિવ કેસ આવતા ગુજરાત સરકારના સચિવ ડો,વિનોદ રાવ તથા મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે કોરોનાં દર્દીના રહેણાંક વિસ્તારની મુલાકાત લીધી હતી.

તેમણે આખાંએ વિસ્તારને ક્લસ્ટર કોરેન્ટાઈન કરી 20 થી વધુ લોકોને કોરેન્ટાઈન પણ કર્યા હતા.તેમજ વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો હતો.અન્ન સેવા કરતા નાગરવાડાના ફિરોઝખાન પઠાણનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રસાશન ચિંતાતુર થઈ ગયું છે.

આરોગ્ય મંત્રાલય સાથે વીડિયો કોન્ફરન્સ બાદ અન્ન સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.નાગરવાડા આખો વિસ્તાર સીલ કરી લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.વારંવાર લોકડાઉનનો ભંગ કરનારને પાસા કરવા ચર્ચા પણ થઈ છે.રાજ્ય સરકારના સચિવ અને કોરોનાને લઈ વડોદરા શહેર માટે ખાસ નિમાયેલાં ડો.વિનોદ રાવ,કમિશનર નલિન ઉપાધ્યાય અને ઉચ્ચ અધિકારીઓએ નાગરવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી.હાલ તબલિઘીઓ પર નજર રાખવામાં આવી રહી છે.તમામ દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.

આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલા લઈને વડોદરામાં પહેલીવાર મચ્છી પીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરન્ટીન કરાયા છે.બંને વિસ્તારમાં બેરિકેટ મૂકી વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે,સાથે જ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

લોકડાઉનમાં સેવા આપતી સંસ્થા અને સેવાભાવિઓને લઈ ગુજરાત સરકારના સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે,રાહત માટેના કોઈ પણ કામ માટે કોઈ પણ સામાજિક સંસ્થાઓને છૂટ આપવામાં આવશે નહીં.કોઈ પણ સેવાભાવિઓને કોઈ પણ સેવા કરવી હોય તો મુખ્યમંત્રી રાહત ફંડ અને પી.એમ કેર ફંડમાં યોગદાન આપે.તમામ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.અન્ન સેવાનું કામ કરતા નાગરવાડાના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો છે.લોકડાઉન ભંગ કરનાર સામે બિન જામીન પત્ર ગુનો દાખલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.