વડોદરા : નંદેસરી પોલીસ સ્ટેશનની શી ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન રાત્રની અંધારામાં એક મહિલા અનગઢ મહીસાગર નદી તરફ પોતાના બે નાના બાળકોને લઇને રડતાં રડતાં જઈ રહી હતી. જેથી શી ટીમને શંકા જતાં મહિલાને રોકી તેને શાંતિથી બેસાડીને પૂછપરછ કરતાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા સાસુ સાથે ઝઘડો થયો છે અને રોજ રોજના ઝઘડાથી કંટાળી ગઈ છું. મારે મહિસાગર નદીમાં પડી મરી જવું છે, ત્યારે શી ટીમે સફળતાપૂર્વક સમજાવી આત્મહત્યા કરવા નીકળેલી મહિલા અને બે નાના બાળકોનો જીવ બચાવ્યો હતો.
મહિલા ખેડા જિલ્લાની રહેવાસી નંદેસરી પોલીસની શી ટીમે આ મહિલા અને તેના બાળકોને મહિસાગર નદીથી થોડેક દૂર લઇ જઇ બાંકડા પર બેસાડી પાણી પીવડાવીને મહિલાનું નામ તેમજ સરનામું પૂછ્યું હતું. જેમાં મહિલા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, હું મારા બાળકો સાથે પતિ અને સાસુ સસરા સાથે રહું છું. મારે મારા સાસુ સાથે અવારનવાર ઝઘડો થાય છે. આજે પણ ઝઘડો થતાં મેં મહિસાગર નદીમાં પડીને મરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો Death by Suicide : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ
હું આજે મોટી ભૂલ કરવાની હતી : પોલીસે મહિલાના પતિને બોલાવ્યા હતા અને મહિલા તેમજ તેના પતિનું કાઉન્સેલીંગ કર્યું હતું. તેમજ આત્મહત્યા તેમજ ઝઘડો ન કરવા સમજાવ્યા હતા. જેથી દંપતી માની ગયું હતું અને બાળકો સાથે મહિલા ઘરે ગઈ હતી. મહિસાગરમાં જીવન ટૂંકાવવાના ઇરાદે આવેલી મહિલાએ પોલીસનો આભાર માનતા જણાવ્યું હતું કે, હું આવું ક્યારેય નહીં કરુ અને તમે અહીં ન હોત તો ખરેખર હું બહુ મોટી ભૂલ કરી બેસતી.
આ પણ વાંચો યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ
શી ટીમની સરાહનીય કામગીરી શહેરમાં મહિલા, બાળકો અને વૃદ્ધોને સતત મદદ કરી રહેલ શી ટીમની કામગીરી ખૂબ પ્રશંસનીય જોવા મળી રહી છે. શહેરમાં કોઈ પણ સમય જોયા વગર શી ટીમ સતત કાર્યરત રહી છે. જેથી કોઈ પણ મહિલા, બાળક કે બ્રોદ્ધને તફલિક ન પડે. માહિલાઓના સતત કાઉન્સિલિંગ કરી પોતાના પારિવારિક બબાલોમાં પણ શી ટીમ સમાધાન કરવો હજારો લોકોના લગ્ન જીવન બચાવ્યા છે. ત્યારે ફરી એકવાર નંદેસરી શી ટીમ દ્વારા અમૂલ્ય ત્રણ લોકોના જીવન બક્ષી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.