વડોદરા : હાલોલ રોડ પર આગની ઘટના (Fire Accident in Vadodara) બની છે. ખાનગી કંપનીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાને પગલે વડોદરા ફાયર વિભાગની ગાડીઓ આગ ઠારવા માટે દોડી ગઈ છે. આ ઘટનાને લઈને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
ગેસના બાટલા ફાટતા 5 કિમી સુઘી ધડાકો સંભળાયો : વડોદરા હાલોલ રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપનીમાં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા 5 કિમી દુર દુર સુઘી ધડાકો સંભળાયો હતો.
વડોદરા ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી : હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. 2 કિમીના એરીયામા જીવંત વિજ વાયર તુટી પડતા અવરજવર બંધ કરાઈ છે. હાલમાં જરોદ પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ખડકી દેવાયો છે. બીજી તરફ પોલીસે હાઈટેન્સન લાઈન બંધ કરવા છાણી અને હાલોલને વિનંતી કરતા અમારા વિસ્તારમા લાગતુ ના હોવાનો જવાબ મળ્યો છે. હાલ ઘટના સ્થળથી એક કિમી દુર લોકોને રોકવામા આવી રહ્યા છે. વીજ કંપનોનો વાયર તૂટી પડવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વડોદરા ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.