વડોદરા- શહેરના સલાટવાળા વિસ્તારમાં રહેતો પરિવાર કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરમાં થયેલ ચોરી અંગે ફરિયાદ નોંધાવા ગયો હતો. પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાને બદલે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં કાઉન્સિલિંગ માટે મોકલી આપ્યા હતા. (Lakhs were stolen from the house )પોલીસનું કહેવું છે કે ફરિયાદીએ વારંવાર નિવેદનો બદલ્યા હતા. જો કે માનસિક આરોગ્ય હોસ્પિટલમાં તબીબે ફરિયાદી માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનો રિપોર્ટ આપ્યો હોવા છતાં, પોલીસ હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી. જેને લઇ પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.(police sent the complainant to a mental hospital )
ઘરેણાં ઘરમાં કબાટમાં મુક્યા હતા- શહેરના સલાટવાળા માડી મહોલ્લામાં રહેતા દિનેશ માળીના પુત્રવધુનું જૂન માસમાં નિધન થયું હતું. પરંપરાગત ઘરેણા પહેરાવી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ ઘરેણાં ઘરમાં કબાટમાં મુક્યા હતા. ત્યારે દિનેશભાઈ ના પત્ની રમીલાબેન પૌત્રી માટે ઝાંઝરી કાઢવા જતા રૂપિયા 20.91 લાખના દાગીના ન દેખાતા તેઓ ૧૨ જુલાઈએ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતા પોલીસ ફરિયાદ દાખલ કરવાની જગ્યાએ અરજી લઈ મોકલી દીધા હતા. પોલીસ દ્વારા તેઓના ઘરે જઈ તપાસ કરી પરંતુ કાર્યવાહી કરી નહોતી.
કોઈપણ કાર્યવાહી થઈ ન હતી- આ ઘટનાના પગલે દિનેશભાઈએ ફરિયાદની કોપી માંગતા પીઆઈએ નકલનું શું કામ છે? તેવું કંઈ નકલ આપી ન હતી. આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈપણ કાર્યવાહી થઈ ન હોતી થઈ. ત્યારે ફરી એકવાર પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસે તેમને બે દિવસમાં કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે લાખો રૂપિયાની ચોરી થઈ હોવા છતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદના બદલે પોલીસ બે મહિનાથી કાર્યવાહીના બદલે, પોલીસ કાઉન્સિલિંગ માટે માનસિક આરોગ્ય હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે ડોક્ટરે સ્વસ્થ હોવાનું જાહેર કર્યું હતું. પોલીસ દ્વારા રમીલાબેન વારંવાર નિવેદનો બદલે છે તેવું કહેવાઇ રહ્યું છે, તો તેમના પુત્ર કહે છે કે મારી માતાનું એક જ નિવેદન છે કે ઘરમાં ચોરી થઈ છે.