વડોદરાઃ શહેરમાં સારવાર કરાવવાના બહાના હેઠળ લટાર મારવા માટે નીકળી પડતાં ખંડણીખોર અસલમ બોડીયાની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ મેથીપાક પણ આપ્યો હતો.
પોલીસે અસલમ બોડીયાને રોકતા તે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યો હતો અને પોલીસ સાથે ગેરવર્તણુંક કરતા પોલીસે મેથીપાક આપ્યો હતો. આ બનાવ અંગે ACP મેઘા તેવારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી અસલમ બોડીયો લોકડાઉનનો ભંગ કરીને સારવારના નામે ફરવા માટે નીકળતો હતો.
નવાપુરામાંથી બાઇક લઇને નીકળ્યો હતો. નવાપુરા પોલીસે તેણે રોકતા તેણે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસને તેના ઉપર શંકા જતા તેની પાસે બીમારી અંગેના પુરાવા માગતા આપી શક્યો ન હતો. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની બાઇક ડિટેઇન કરી હતી.
અસલમ બોડીયાએ જણાવ્યું હતું કે, મારી BP, ડાયાબિટીસ અને કમરનો દુખાવાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી સારવાર ચાલે છે. આજે પણ હું સારવાર માટે જતો હતો, ત્યારે નવાપુરા પોલીસે મને રોક્યો હતો અને મારી બાઇક ડિટેઇન કરીને ખોટી રીતે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.