વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે (BJP Election Campaign in Vadodara) એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. અહીંની સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક છે સયાજીગંજ બેઠક. ભાજપે આ બેઠક (Sayajigunj Assembly Constituency) પર શહેરના મેયર કેયૂર રોકડિયાને (Keyur Rokadia BJP Candidate for Sayajigunj) ટિકીટ આપી છે.
ભાજપના ઉમેદવારે કરી ખાસ વાતચીત તો કૉંગ્રેસે ભાજપના ઉમેદવારની સામે લડાયક ઉમેદવાર અમી રાવતને (Amee Ravat Congress Candidate for Sayajigunj) ટિકીટ આપી છે. ત્યારે આ વખતે બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે તે નક્કી છે. તેવામાં ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયાએ (Keyur Rokadia BJP Candidate for Sayajigunj) ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રશ્ન પ્રચાર પ્રસારને લઈ કયા મુદ્દાઓને લઈ હાલમાં લોકોને આકર્ષી રહ્યા છો?
જવાબ સયાજીગંજ વિધાનસભા બેઠક (Sayajigunj Assembly Constituency) પર થઈ રહેલા પ્રચાર પ્રસારમાં (BJP Election Campaign in Vadodara) તમામ વોર્ડમાં હાલમાં લોકોનો અભૂતપૂર્વક પ્રતિસાદ મળી રહ્યો છે. કાર્યકર્તાઓ પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને આ ત્યારે જ શક્ય છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા વિકાસના કામોને લઈ નીચે સુધી લાભ મળ્યો હોય ત્યારે આટલો સારો પ્રતિસાદ મળતો હોય છે. સરકારની વિવિધ કામગીરીને જોતા નાનામાં નાના ઝૂંપડામાં રહેતા માનવીથી લઈ બાંગ્લામાં રહેતા લોકો સુધી જ્યારે સરકારની વિવિધ કામગીરી પહોંચી હોય ત્યારે આ પ્રકારે પ્રતિસાદ મળતો હોય છે.
પ્રશ્ન 20 વર્ષથી ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારે જે લોકોના કેટલાક પ્રશ્નોનું હજી નિરાકરણ નથી આવ્યું તેને આપ કઈ રીતે જુઓ છો ?
જવાબ અમે જ્યાં લોકસંપર્ક કરી રહ્યા છીએ ત્યાં સૌનું 100 ટકા જનસમર્થન છે. એવી કોઈ સમસ્યા નથી કે, અમને પ્રચાર (BJP Election Campaign in Vadodara) દરમિયાન ધ્યાને આવી હોય. તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે. ટીપી 10 ફાઇનલ કરી રોડ રસ્તા બનાવ્યા છે. ગોરવા ઉન્ડેરાનો આખો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે. સૌથી મોટો ફ્લાયઓવર એક મહિનામાં પૂરો થવા જઈ રહ્યો છે. ઉન્ડેરા અને કનોડિયા ખાતે ગટરની એસટીપી પ્લાન્ટ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. ગટર, પાણી, ડ્રેનેજ અને ગ્યાસ કનેક્શન ની સવલતો પુરી પાડી છે ત્યારે જે વોર્ડમાં ભાજપના કોર્પોરેટર નથી ત્યાં પણ અમને અભૂતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે.
પ્રશ્ન વડોદરા શહેરના મેયર 15 દિવસમાં શહેરને રખડતા ઢોરોને મુક્ત નથી કરી શક્યા વિપક્ષના આક્ષેપો ને કઈ રીતે જુઓ છો ?
જવાબ વિપક્ષના નેતાને ગાયોના મુદ્દા પર બોલવાનો હક નથી. વડોદરા શહેરમાં અડધું જમાવીને બેસી રહેતી રસ્તા પર સુધી બેસી રહેતી ગાયોને હવે બંધ કરાવી છે. વડોદરા સયાજીગંજ વિધાનસભા મોટી થઈ છે. ગામોનો સમાવેશ થયો છે. વિપક્ષના નેતાને એટલા માટે બોલવાનો અધિકાર નથી કેમ કે, તેમણે સામાન્ય સભાની અંદર ગાયોને મફત છોડવાનો ઠરાવ લાવવાનો વાત કરતા હોય અને વિધાનસભામાં વિપક્ષ ઢોર નિયંત્રણના કાયદાનો વિરોધ કરતા હોય તે કેટલું યોગ્ય છે. લોકો પાસે જવું તો ખોટું બોલવું કોઈ પણ યોજના ન આવે તે માટે પ્રયાસો કરવા આ કોંગ્રેસની માનસિકતા રહી છે.
પ્રશ્ન સયાજીગંજ વિધાનસભા બેઠક પર જાતિ સમીકારણનો શુ પ્રભાવ રહેશે?
જવાબ સયાજીગંજ વિધાનસભાના (Sayajigunj Assembly Constituency) લોકોએ હંમેશા ભાજપને પ્રેમ આપ્યો છે. ધારાસભ્ય જિતેન્દ્ર સુખડીયા આ બેઠક પરથી જીતતા આવ્યા છે અને અનેક સુવિધાઓ પોહચાડી છે. અમારા કાર્યકર્તાઓએ કોરોના કાળમાં વેક્સિનેશન હોય કે, ટિફીન વ્યવસ્થાની વાત હોય અમારા કાર્યકર્તા સંકટ સમયે લોકોની સેવા કરી હતી.
પ્રશ્ન આ બેઠક ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે આપને જીતનો કેટલો વિશ્વાસ છે?
જવાબ ગયા વખતે જિતેન્દ્ર સુખડીયા 59,000થી વધુ લીડથી જીત્યા હતા અને અમે તેનાથી ડોઢી લીડથી જીતીશુ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.