વડોદરા : વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ ગ્રાઉન્ડમાં ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપ 2023નો પ્રારંભ આજથી થયો હતો. આ ટુર્નામેન્ટમાં ભારત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની ટીમોએ ભાગ લીધો છે. આજથી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ પાંચ દિવસ સુધી રમાશે અને 28 માર્ચના રોજ ફાઇનલ મેચ યોજાશે. વડોદરામાં ક્રિકેટ મેચ નિહાળતાં પ્રેક્ષકો માટે આ દર્શનીય અનુભવ બનશે.
પહેલી મેચ : આજથી શરુ થયેલી ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપ 2023 ટુર્નામેન્ટની શરૂઆતમાં સૌપહેલાં શ્રીલંકા અને નેપાળની ટીમ મેદાનમાં ઉતરી હતી અને ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ આયોજન ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના સાહયોગથી કરવામાં આવ્યું છે.
28 માર્ચે ફાઇનલ મેચ : ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપમાં ચાર દેશોએ ભાગ લીધો છે. આ પ્રથમવાર બની રહ્યું છે કે એક સાથે ચાર દેશોના ખેલાડીઓ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. આજથી શરૂ થયેલ આ ટુર્નામેન્ટમાં આજે શ્રીલંકા અને નેપાળ વચ્ચે મેચ યોજાઈ રહી છે. ત્યારબાદ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ યોજાશે. 25 અને 26 માર્ચ દરિમયાન રમાનારી મેચોમાં નિર્ણાયક 27 માર્ચના રોજ સેમી ફાઉનલ મેચ યોજાશે અને 28 માર્ચના રોજ આ ચાર ટીમમાંથી અંતિમ બે ટીમ ફાઇનલમાં ટકરાશે.
કોની કોની ઉપસ્થિતિ : ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપની શરૂઆત ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર મેયર નીલેશ રાઠોડ , ડેપ્યુટી મેયર નંદા જોશી , સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ સહિત વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપના જનરલ સેક્રેટરી રઘુ કુમારની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો Disabled Couple: દિવ્યાંગ દંપતી પેરા ટેબલ ટેનિસમાં ઇજિપ્ત આંતરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે
પ્રથમવાર ચાર દેશે ભાગ લીધો : આ અંગે આ ટુર્નામેન્ટ ચેરમેન અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વ્હીલચેર એસોસિએશન અને ઇન્ડિયન વ્હીલચેર એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં ચાર ટીમો ભાગ લઇ રહી છે. જેમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમે ભાગ લીધો છે. આ વિશ્વમાં પ્રથમવાર બની રહ્યું છે કે એક સાથે ચાર દેશો આ ટુર્નામેન્ટ ક્રિકેટ રમી રહ્યા છે. આ સંદર્ભે સહયોગ કરી રહેલ વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ચાર દિવસની આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ 10-10 ઓવરની મેચ રહેશે. વલ્ડ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપ 2023 ટુર્નામેન્ટમાં ચાર દેશ ભાગ લઇ રહ્યા છે તે ખૂબ ગર્વની બાબત છે.