- ડભોઈથી ચાંદોદની રેલવે લાઈનનું કરાયું નિરીક્ષણ
- 3 વર્ષથી ચાલી રહી હતી કામગીરી
- 135 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડાવાઈ ટ્રેન
વડોદરા: વડોદરા જિલ્લામાં ડભોઈથી ચાંદોદ સુધી બનાવવામાં આવી રહેલી નવી રેલવે લાઈનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટ્રેક પર 135 કિમી પ્રતિ કલાકની ગતિથી ટ્રેન દોડાવવામાં આવી હતી. 18.66 કિલોમીટરની બ્રોડગેજ લાઈનની કામગીરી હવે પૂર્ણ કરવામાં આવી છે. ડભોઈ રેલવે વિભાગ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નવી રેલવે લાઈન ઉપર 135 કિલોમીટર પ્રતિ કલાકની ગતીથી ટ્રેન દોડાવવામાં આવી હતી.
ગેજ બદલવાની કામગીરી 3 વર્ષ ચાલી
કેન્દ્ર સરકાર દ્વારા કેવડીયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી રેલવે દ્વારા પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરી ડભોઈ તેમજ ચાંદોદ ખાતે નવી રેલવે લાઈન નાખવામાં આવી છે. જેની કામગીરી 3 વર્ષથી ચાલી રહી હતી. જે હવે પૂર્ણ થઈ ગઈ છે. ડભોઈથી ચાંદોદ સુધઈ 18.66 કિલોમીટરની બ્રોડગેજ લાઈન બનીને તૈયાર થઈ જતાં આજે આ રેલવે લાઇન ઉપર ટ્રેન દોડાવી લાઈનનું ગતી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કે 135 કિલોમીટર પ્રતિ કલાકની ગતીથી ટ્રેન દોડાવવામાં આવી હતી. ડિસેમ્બરના અંત સુધીમાં રેલવે વિભાગ દ્વારા અંતિમ નિરીક્ષણ કરી ડભોઈથી ચાંદોદ ટ્રેનને પુનઃ શરૂ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.