ETV Bharat / state

રેકોર્ડબ્રેક મતદાન કરાવવા વડોદરા ચૂંટણી તંત્ર હવે રેડિયોના સહારે, ટ્રાફિકની જેમ મતદાન મથકની પણ મળશે માહિતી

વડોદરામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ (Election Commission of Gujarat) નવતર અભિગમ અપનાવ્યો છે. હવે જે પ્રકારે રેડિયો પર ટ્રાફિકની અપડેટ મળી રહે છે. તે જ રીતે આજે શહેરના રેડિયો (Vadodara Polling Station Information on Radio) પર કયા મતદાન મથકમાં કેટલી ભીડ છે તેની માહિતી મળી રહેશે.

રેકોર્ડબ્રેક મતદાન કરાવવા વડોદરા ચૂંટણી તંત્ર હવે રેડિયોના સહારે, ટ્રાફિકની જેમ મતદાન મથકની પણ મળશે માહિતી
રેકોર્ડબ્રેક મતદાન કરાવવા વડોદરા ચૂંટણી તંત્ર હવે રેડિયોના સહારે, ટ્રાફિકની જેમ મતદાન મથકની પણ મળશે માહિતી
author img

By

Published : Dec 5, 2022, 7:48 AM IST

વડોદરા કોઈ રસ્તા પર ખૂબ ભીડ હોય અને ટ્રાફિકજામ હોય તો શ્રોતાઓના ફિડબેકથી FM રેડિયો વાહનચાલકો રસ્તો બદલી શકે એ માટે રસ્તા પર ટ્રાફિકની પરિસ્થિતિનું પ્રસારણ કરે છે. પરંતુ ચૂંટણીનું ( Gujarat Election 2022) મતદાન ચાલુ હોય ત્યારે રેડિયો જોકીને (Vadodara Polling Station Information on Radio) ફલાણા વિસ્તારના ફલાણા મતદાન મથક નંબર પર હાલ મતદારોની કોઈ ભીડ નથી. ત્યાં મતદાન ધરાવતા હોય એવા મતદારો સરળતાથી અને લાઈનમાં ઊભા રહ્યા વગર તાત્કાલિક આ મતદાન મથકે પહોંચી જાય એવી જાહેરાત કરતાં સાંભળ્યા છે?? નથી સાંભળ્યા ને?

આજે રેડિયો પર સાંભળવા મળશે સ્થિતિ તો સોમવારે મતદાન ચાલુ હોય ત્યારે પહેલીવાર જ્યાં મતદાન (Second Phase Election 2022) ભૂતકાળમાં ઓછું થયું છે. તેવા વડોદરા શહેરના ૫૫ મતદાનમથકો પર ભીડની સ્થિતિનું પ્રસારણ રેડિયો પર (Vadodara Polling Station Information on Radio) સાંભળવા તૈયાર રહેજો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે પહેલીવાર એક નવતર પ્રયોગરૂપે FM રેડિયો અને વિદ્યાર્થી સ્વયમ્ સેવકોના સહયોગથી આ વ્યવસ્થા ગોઠવી છે.

ચૂંટણી તંત્રનો નવતર પ્રયોગ ‘હેલો ! હું... વિધાનસભા મતવિસ્તાર પરથી ચૂંટણી તંત્રનો (Election Commission of Gujarat) સ્વયંસેવક બોલુ છું. આ બૂથ પર હમણાં કોઈ મતદાર નથી. તો આ મતદાન મથક જે પણ મતદારોને લાગુ પડતું હોય તેઓ બૂથ પર આવીને મતદાન કરે’ આવી જાહેરાત સોમવારે તમને રેડિયો (Vadodara Polling Station Information on Radio) પર સંભળાય તો નવાઈ ન પામતા. કારણ કે, મહત્તમ મતદાન અને 100 ટકા મતદાનના ઉદ્દેશ્ય સાથે છેલ્લા ઘણા સમયથી રાતદિવસ તનતોડ મહેનત કરતા જિલ્લા ચૂંટણી તંત્રએ આ વખતે એક નવતર અભિગમ અપનાવ્યો છે.

મતદાન કરવાની અપીલ કરશે શહેરની 5 વિધાનસભા મતવિસ્તારના એવા 55 મતદાન મથક કે, જ્યાં ગત વખતની ચૂંટણીમાં (Gujarat Election 2022) નિરસ મતદાન થયું હતું. તે રીતે આ વખતની ચૂંટણીમાં ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ (Election Commission of Gujarat) દરેક મતદાન (Second Phase Election 2022) બૂથ પર 1-1 સ્વયંસેવક તહેનાત કર્યા છે. આ 55 સ્વયંસેવક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના (Maharaja Sayajirao University) વિદ્યાર્થીઓ છે. સ્વયંસેવક પોતાને સોંપાયેલા મતદાન મથક પર મતદારોની ગેરહાજરી અથવા ઓછી હાજરીની નોંધ લેશે. અને તાત્કાલિક રેડિયો જોકીની (Vadodara Polling Station Information on Radio) મદદથી જાહેરાત કરી તે વિધાનસભા વિસ્તારના મતદારોને મતદાન મથક પર આવીને મતદાન કરવા અપીલ કરશે.

સ્વયંસેવકો આપશે માહિતી સ્વયંસેવકો આ જાહેરાત માટે સૌથી પહેલા તો રેડ એફ.એમ. અને રેડિયો મિર્ચીનો સંપર્ક કરશે અને રેડિયો જોકીને મેસેજ આપશે. ત્યારબાદ રેડિયો જોકી મતદાન મથકનું નામ અને વિધાનસભા મતવિસ્તારનો ઉલ્લેખ કરીને જાહેરાત કરશે કે, આ બૂથ પર હમણા કોઈ મતદાર નથી. આથી આ બૂથના જે પણ મતદાર હોય તેમને અપીલ છે કે તેઓ બૂથ પર આવીને મતદાન કરે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્તમ મતદાન (Second Phase Election 2022) માટે સ્વયંસેવકો તહેનાત કરવાની આ પહેલ ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે, જે આપણા વડોદરાની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાવા બરાબર છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની આ ચૂંટણીમાં (Gujarat Election 2022) મતદારો પોતાના મતાધિકારનો વ્યાપક ઉપયોગ કરે અને વડોદરાની તમામ વિધાનસભા બેઠકો પર રેકોર્ડબ્રેક મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર છેલ્લા ઘણા સમયથી રાતદિવસ તનતોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે સંપૂર્ણ સજાગતા સાથે આ નવતર અભિગમથી મતદારોમાં લોકશાહીની ચેતના ધબકશે, તેવો આશાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર વ્યક્ત કર્યો છે. ‘મહત્તમ મતદાન, રેકોર્ડબ્રેક મતદાન’ માટે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનો નવતર અભિગમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.