ETV Bharat / state

વડોદરામાં AAPનો વિરોધ : ભાજપના બેનર પર પાણીની પોટલીઓ લટકાવી - Aam Aadmi Party

બોટાદ લઠ્ઠાકાંડમાં (Botad Latthakand )ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)દ્વારા વડોદરામાં ભાજપના બેનરો પર દારૂની પોટલીઓ લટકાવીને વિરોધ કર્યો છે. આ સાથે બોટાદમાં ( AAP protests in Vadodara )બનેલી ઘટના ગૃહપ્રધાનની નિષ્ફળતા છે જેથી તેઓ પોતાના પદેથી રાજીનામું આપે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે.

વડોદરામાં AAPનો વિરોધ : ભાજપના બેનર પર પાણીની પોટલીઓ લટકાવી

author img

By

Published : Jul 28, 2022, 9:00 PM IST

વડોદરાઃ બોટાદમાં બનેલા લઠ્ઠાકાંડમાં( Botad Latthakand Case)અત્યારસુધીમાં 40થી પણ વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાને પગલે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ઠેર-ઠેર સરકારનો વિરોધ( AAP protests in Vadodara )કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં AAPના કાર્યકર્તાઓ બેનરો પર દારૂની પોટલીઓ લગાવીને(liquor bottles on BJP posters) બોટાદ લઠ્ઠાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વડોદરામાં AAPનો વિરોધ

આ પણ વાંચોઃ દારૂને બદલે બટકાવ્યું કેમિકલ, પ્રવાહીમાં એક પણ ટીપુ દારૂ ન મળ્યો

પોટલીઓ લગાવીને વિરોધ - વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે લગાવેલા ભાજપના બેનરો પર આમ આદમી પાર્ટીએ દેશી દારૂની પોટલીઓ લગાવીને વિરોધ કરાયો હતો. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર. પાટીલના ફોટો પાસે દેશી દારૂની પોટલીઓ AAP ના કાર્યકર્તાઓએ લટકાવી હતી. આ સાથે આપના કાર્યકરો દ્વારા ભાજપ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. ગાંધીના ગુજરાતમાં થયેલું બોટાદ લઠ્ઠાકાંડ ઘણુ જ શરમજનક છે. ગુજરાતમાં ધમધમી રહેલા દારૂના અડ્ડા બંધ થવા જોઈએ. આ પ્રકારની પ્રવૃતિઓના કારણે અનેક પરિવારો નોંધાયા બન્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થવો જોઈએ.

આ પણ વાંચોઃ બરવાળામાં દારૂ ઢીચ્યોં, સુરત જતા લથડી તબિયત

ગૃહપ્રધાનના રાજીનામાની માંગ - મહત્વનું છે કે વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા ગૃહપ્રધાન હર્ષ સંઘવીને રાજીનામું આપવાની પણ માંગ કરાઈ છે. બોટાદમાં બનેલી ઘટના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની નિષ્ફળતા છે જેથી તેઓ પોતાના પદેથી રાજીનામુ આપે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના લઠ્ઠાકાંડનો મુદ્દો રાજ્યસભામાં પણ ગૂંજ્યો હતો. જેમાં બુધવારે રાજ્યસભામાં વિપક્ષી નેતાઓએ ભારે નારેબાજી કરી હતી. આ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.