ETV Bharat / state

Bike rider died kite string: વડોદરામાં બાઇક સવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત - Makar Sankranti 2023

મકરસંક્રાતિના તહેવાર (Makar Sankranti 2023) દરમિયાન પતંગના દોરાના કારણે ઘણા લોકોના મોત થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં જ પતંગની દોરીથી ગળું કપાવવાથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે. વડોદરામાં સાંજે એક યુવક ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેના ગળામાં પતંગની દોરી ફસાઈ હતી, જેથી તેના ગળાના ભાગેથી લોહીના ફુવારા ઉડ્યા હતા અને તેનું ઘટના સ્થળે મોત (Bike rider died kite strings in vadodara) નિપજ્યું હતું.

Bike rider died kite string: વડોદરામાં બાઇક સવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત

author img

By

Published : Jan 14, 2023, 8:22 PM IST

વડોદરા: વડોદરાના છાણી દશરથ હાઇવે પર સાંજે એક યુવક ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેના ગળામાં પતંગની દોરી ફસાઈ હતી, જેથી તેના ગળાના ભાગેથી લોહીના ફુવારા ઉડ્યા હતા અને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાને પગલે મૃતક રીન્કુ યાદવના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Makar Sankranti in Gujarat: મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત

ગઈકાલે પણ થયો હતો યુવક ઈજાગ્રસ્ત: વડોદરામાં ગત એક જાન્યુઆરી થી લઈને આજ દિન સુધીમાં પતંગની દોરીથી ગળું કપાવવાની ઘટનામાં આ ત્રીજું મોત છે. આ તમામ મૃતક બાઇક સવાર હતા અને અન્ય પણ કેટલાક લોકો દોરીથી ગાયલ થયા હતા. શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર ફ્લેટમાં રહેતો 31 વર્ષિય યુવક નિખિલ સુરેશભાઇ કાછિયા પટેલ ગઈકાલ બપોરે સાડા ત્રણ વાગ્યે બાળકને લઇને ટુ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન જેતલપુર બ્રીજ પર પતંગના દોરાથી નિખિલના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી.જેથી નિખિલને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ગળા પર ટાંકા આવ્યા હતાં. પતંગના દોરાથી ગળું કપાતા નિખિલનો સહેજમાં જીવ બચ્યો છે. જો કે નિખિલ જેવા નસિબદાર બધા નથી હોતા.

નવા વર્ષના પ્રથમ દિવસે હોકી ખેલાડીનું મોત: વડોદરાના આરવી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરી વાગી હતી. બાઈકસવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું દોરીથી ગળું કપાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રવિવાર સાંજે સાડા છ વાગ્યે વડોદરામાં રહેતો પૂર્વ નેશનલ હોકી પ્લેયર રાહુલ બાથમ(ઉં.30) કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પર નીકળ્યો હતો. આ દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી આવી જતાં તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી, જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: makar sankranti 2023: વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું

સમા વિસ્તારમાં પણ કપાયું હતું ગળું: દસ દિવસ પહેલા બાઇકસવાર મહેશ ઠાકુરનું પતંગની દોરીથી ગળું કપાતા મોત થયું હતું. દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમા કેનાલ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. યુવાને જાતે જ દોરી ગળામાંથી હટાવી હતી. દોરીથી ઇજાગ્રસ્ત થયા બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. ગળામાંથી લોહી વહેતું હોવા છતાં રોડ પર પડેલી બાઈકને જાતે જ સાઇડમાં પાર્ક કરી હતી. યુવાનને દોરી વાગી હોવા છતાં તે જાતે જ સ્ટ્રેચર પર જઈને ઊંઘો સૂઈ ગયો હતો. જ્યાર બાદ તેનું મોત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.