ETV Bharat / state

જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને આટલા કરોડની વીજ બિલમાં અપાઇ રાહત - કિસાન સૂર્યોદય યોજના

ભારત સરકાર વિદ્યુત મંત્રાલયના(Electrical Security of Government of India) માધ્યમથી 26 જુલાઈથી 30 જુલાઈ 2022 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ(Aazadi ka Amrut Mahotsav)નિમિતે દેશમાં ઉજ્જવળ ભારત, ઉજ્જવળ ભવિષ્ય પાવર 2047 વીજ મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં લાખોના ખર્ચે ખેડૂતોને વીજ ફીડરો અને વીજળીબિલમાં રાહત પણ સરકારે આપી છે. ગુજારતા વીજળી ક્ષેત્રે સરપ્લસ ઉભી કરવાવાળું એક માત્ર રાજ્ય છે. જે ખેડૂતો માટે ખુબ ગર્વ લેવા જેવી બાબત છે.

Etv Bharatજિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને આટલા કરોડની વીજ બિલમાં અપાઇ રાહત

author img

By

Published : Aug 4, 2022, 4:11 PM IST

વડોદરા: ભારત સરકારના વિદ્યુત મંત્રાલય(Electrical Security of Government of India) દ્વારા 26 જુલાઈથી 30 જુલાઈ 2022 સુધી આઝાદીના અમૃત મહોત્સવ(Aazadi ka Amrut Mahotsav) નિમિત્તે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય(Ujjwal Bharat Ujjwal Future) પાવર 2047 વીજ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 24 કલાક સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી એ ગુજરાત રાજ્યની આગવી ઓળખ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અવિરત વીજ સેવા પૂરી પાડી મધ્ય ગુજરાત વીજ કંપની(Middle Gujarat Power Company) નાગરિકોનો વિશ્વાસ સંપાદિત કરવાની સાથે વીજ વિતરણમાં નમૂનારૂપ કામગીરી કરી રહી છે.

છેલ્લા 20 વર્ષમાં જ 34 સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું - વડોદરા જિલ્લામાં વર્ષ 1960થી માર્ચ 2002 સુધી માત્ર 42 સબ સ્ટેશનો હતા. તેની સામે માર્ચ 2002થી માર્ચ 2021 સુધીમાં 34 નવા સબ સ્ટેશનનો બનાવવામાં આવ્યા છે. બીજા અર્થમાં કહી છેલ્લા 20 વર્ષમાં જ 34 સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બે દાયકામાં પ્રતિ વર્ષ 1.7ના ગુણોત્તરથી સબ સ્ટેશન બનાવાયા છે. તેમ વીજ કંપનીના અધિક્ષક ઇજનેર(Superintending Engineer of Power Company) એન. એસ. ચાવડાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત સરકાર દ્વારા વીજળીની બચત થઇ શકે એવી પહેલ, યાત્રાધામો કરશે હવે વીજ બચત અને આપશે આ સુવિધાઓ

છેલ્લા પાંચ વર્ષમાં લાખોના ખર્ચથી નવીન વીજ ફિડરો નાખ્યા - જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 2905.83 લાખના ખર્ચથી 140 નવીન વીજ ફિડરો નાખવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રૂપિયા 728.46 લાખના ખર્ચે વધુ 22 વીજ ફીડરો ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં 2002થી પૂર્વેના છેલ્લા 42 વર્ષમાં 19,966 ખેડૂતોને વીજ જોડાણ(Electricity connection to farmers) આપવામાં આવ્યા હતા. તેની સાપેક્ષે એપ્રિલ 2002થી માર્ચ 2021 સુધીના 19 વર્ષના સમયગાળામાં 26,102 ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, છેલ્લા પાંચ વર્ષમાં 6643 ખેડૂતોને કૃષિલક્ષી વીજ જોડાણ અપાયા છે. ચાલુ વર્ષે જુલાઈ 2022 સુધીમાં વધુ 444 ખેડૂતોને વીજ જોડાણ આપવાનું આયોજન છે. તેની સાથે ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 580.38 કરોડની વીજ બિલમાં રાહત આપવામાં આવી છે.

રાજ્ય સરકારની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના - ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવામાંથી મુક્તિ આપી દિવસે વીજળી આપવાની રાજ્ય સરકારની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના(Kisan Suryodaya Yojana) હેઠળ વડોદરા જિલ્લામાં પ્રથમ તબક્કામાં 162 ગામોના 4242 ખેડૂતો, બીજા તબક્કામાં 74 ગામોના 1955 સહિત કુલ 236 ગામોના 6197 ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં નવીન ઝૂંપડપટ્ટી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 548.48 લાખના ખર્ચે 6742 ગરીબ પરિવારોના ઘરોમાં વીજળી આપી અંધારા ઉલેચવામાં આવ્યા છે. ચાલુ વર્ષે 305 લાભાર્થીઓને રૂપિયા 34.12 લાખના ખર્ચથી આ યોજનાનો લાભ આપવાનું આયોજન છે.

ગ્રાહકોને વીજબિલમાંથી સાટા પર આપવામાં આવી રહી છે - અનુસૂચિત જાતિ પેટા યોજના(Scheduled Castes Sub Scheme) અંતર્ગત અડધા દાયકામાં 164 લાભાર્થીઓને રૂપિયા 13.23 લાખના ખર્ચથી રહેણાકના વીજ જોડાણ અપાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ વીજળીને ખુબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ગુજરાતમાં મુખ્યપ્રધાન પદે હતા ત્યારે સોલાર રૂફટોપ યોજના અમલમાં મૂકી હતી. જેના હાલમાં સારા પરિણામો મળી રહ્યા છે. આ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં રહેણાંક હેતું માટે 7197 ગ્રાહકો અને બિન રહેણાંક હેતું માટે 685 ગ્રાહકોને આવરી લઇ તેના સ્થાનો ઉપર સોલાર પેનલ બેસાડવામાં આવી છે. તેમાંથી કુલ 73341.51 કિલો વોટ ગ્રીન એનર્જી ઉત્પાદિત થઇ રહી છે. આ વીજળીની કિંમત ગ્રાહકોને વીજબિલમાંથી સાટા પર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: શું ખરેખર રાજ્યના માથે તોળાઈ રહ્યું છે વીજ સંકટ, ઊર્જા પ્રધાને અચાનક કેમ વીજળી સાચવીને વાપરવાની આપી સલાહ...

વીજ મહોત્સવ કાર્યક્રમ - આમ, વડોદરા જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સતત વીજ સેવાઓ પૂરી પાડવાની સાથે આફતના સમયે પણ ખડેપગે રહીને ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. એટલે જ વીજ મહોત્સવ કાર્યક્રમ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.