વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રતિ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગવી ઓળખ અને અનોખી ઓળખ ધરાવતા આકર્ષક ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દરવર્ષની જેમ આ વર્ષ 2020માં તારીખ 25થી 27 જાન્યુઆરી દરમિયાન સયાજીબાગ ખાતે 48મો બાળ મેળો "દર્પણ"નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતાં બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 25 જાન્યુઆરીના સવારે 9 કલાકે સયાજીબાગ બેન્ડસ્ટેન્ડ પાસેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ બાળમેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
48માં દર્પણ બાળમેળામાં 31 શૈક્ષણિક પ્રોજેટ્સ, 105 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ, 30 જેટલા આનંદ બજારના સ્ટોલ, એડવેન્ચર ઝોન, ફ્લાઈંગ ફોક્ષ, બંજી જમ્પિંગ, બર્મા બ્રિજ, થ્રી ટ્રાયલ હર્ડલ, ડાયગોનલ રોપલેડર, ઝોબિંગ, કમાન્ડો નેટ, રિવર ક્રોસિંગ, રોકવોલ કલાઇબિંગ, શોર્યગીત, મુક્ત ડાન્સ, ગરબા, રાસ, રાજસ્થાની નૃત્ય, કઠપૂતળીનો ખેલ, મૂનવોકર, કાર્ટૂન કેરેક્ટર્સ આ બાળ મેળાનું વિશિષ્ટ આકર્ષણ બન્યા હતા.
વિસરાઈ ગયેલી રમતો જાહેર જનતાના બાળકો પણ રમી શકે, તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતુ. 48માં "દર્પણ" બાળમેળાના પ્રારંભ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ, ઉપાધ્યક્ષ નલિન ઠાકર,ડેપ્યુટી મેયર ડો,જીવરાજ ચૌહાણ,વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ધારાસભ્યો, કાઉન્સિલરો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો,સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.