વડોદરાઃ દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાના કારણે સાવલી ડેસર તાલુકામાં કહેર મચાવી હતી વીજળી પડતાં એકનું મોંત થયુ હતું. જ્યારે ડેસર તાલુકાના પાંડુ ગામે ત્રણ બકરીઓના મોંત થયા હતા.
વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. બાદમાં પવનના સુસવાટા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થતા સાવલી નગર તેમજ સાવલી ડેસર તાલુકામાં જોરદાર વરસાદ શરૂ થયો હતો અને સાવલી તાલુકાના અંજેસર ગામે કિરીટભાઈ જીવાભાઈ પરમારના ખેતરમાં કેરી લેવા આવેલા અંદર પ્રતાપસિંહ ઉંમર વર્ષ 52 વીજળી પડતા મોત નીપજ્યું હતું. અંદરસિંહ પ્રતાપસિંહ પરમાર(રહેવાસી કપુરાઈ ગામ) વૈરાગી ફળિયામાં રહેતા હતા.
ડેસર તાલુકાના પાંડુ ગામે ખેતરોમાં ચરતી બકરીઓ પર વીજળી પડી હતી. જેમાં ત્રણ બકરીના મોત થયા હતા. જ્યારે એક બકરી ઘાયલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભીમ અગિયારસના સુકનવંતા દિવસે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.