વડોદરા : ડભોઇમાં થરવાસા ચોકડી પાસે આવેલા સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા બે બાળકો મિત્રના (electric shock in Tharwasa Chokdi) મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા. ત્યારે તેઓની પતંગ વીજ લાઇનના વાયરમાં ફસાઈ જતા બે બાળકો પતંગ કાઢવા ગયા હતા. તેમાંના એકને વીજ કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા બીજો કિશોર તેને અડકી જતાં બંનેને વીજ ઝટકો લાગતા દૂર સુધી ફંગોળાયા હતા. (electrocuted Children in Dabhoi)
પતંગ ચગાવવાનો શોખ ભારે પડ્યો દરેક બાળકોને તહેવારની ઉજવણીને લઈને ઉત્સાહ કાંઈ અલગ જ હોય છે. પરંતુ કેટલીક વાર આ ઉત્સાહ શોકમાં ફેલાઈ જતો હોય છે. આ રીતે ડભોઇની સાંઈ દર્શન સોસાયટીમાં રહેતો 12 વર્ષીય ઓમ દિપક ચૌહાણ, 17 વર્ષીય કુંજ હસમુખ પટેલ સહિત તેના મિત્રો સાથે ધાબા ઉપર ચડી પતંગ ચગાવતા હતા. તે સમયે અચાનક એક બાળકોને વીજ કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા જતાં બીજો બાળક ઈજાગ્રસ્ત થયો હતો. (Vadodara electrocuted children)
સદનસીબે જાનહાની ટળી અચાનક બાળકોએ ચીસાચીસ કરી મૂકતાં તેમના વડીલો તેમજ આસપાસના સ્થાનિકો ધાબા ઉપર આવી ગયા હતા. ધાબા પરથી ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોક્, સદનસીબે તાત્કાલિક સારવાર મળતા મોટી જાનહાની ટળી હતી. જેને લઈને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. (Children were electrocuted while flying kites)
સારવાર બાદ બચી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો સમગ્ર ઘટનાની જાણ પરિવારના લોકોને તેમજ સોસાયટીના અન્ય લોકોને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને બાળકોને તાત્કાલિક જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. જેમાં બંનેની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળેલી છે. સદનસીબે વીજ કરંટની ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થવા પરિવારના લોકો સહિત સોસાયટીના રહીશોને રાહત થઇ હતી. (Children electrocuted in Vadodara)