ETV Bharat / state

વડોદરાના પાદરામાં હિન્દુ યુવતીને ફસાવનારા વિધર્મી યુવકને ઝડપી પાડવા હિન્દુ સંગઠને રેલી યોજી - મામલતદાર

વડોદરાના પાદરામાં ફરી એકવાર લવ જેહાદને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં જ વિધર્મી યુવક લગ્નની લાલચ આપી હિન્દુ યુવતીને ભગાડી ગયો હતો. જોકે, આ મામલે પોલીસ કંઈ જ કામગીરી ન કરતી હોવાના આક્ષેપ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે.

વડોદરાના પાદરામાં હિન્દુ યુવતીને ફસાવનારા વિધર્મી યુવકને પકડવા હિન્દુ સંગઠને રેલી યોજી

author img

By

Published : Feb 3, 2021, 12:52 PM IST

  • પાદરામાં લવ જેહાદ મામલે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો
  • હજારો મહિલાઓ સહિત યુવકોએ યોજી વિશાળ રેલી
  • લવ જેહાદ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

વડોદરાઃ વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપીને હિન્દૂ યુવતીને ભગાડી જતા તેની સામે કોઈ કાર્યવાહી ન થતા પાદરા હિન્દૂ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.પાદરામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પોલીસ કામગીરી નહીં કરતી હોવાના આક્ષેપ સાથે મામલે ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.

વડોદરાના પાદરામાં હિન્દુ યુવતીને ફસાવનારા વિધર્મી યુવકને પકડવા હિન્દુ સંગઠને રેલી યોજી
વડોદરાના પાદરામાં હિન્દુ યુવતીને ફસાવનારા વિધર્મી યુવકને પકડવા હિન્દુ સંગઠને રેલી યોજી

વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયાના 12 દિવસ પછી પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ કર્યા

પાદરા તાલુકામાં લવ જેહાદ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લવ જેહાદનો કાયદો ગુજરાતમાં અમલી કરવા માગ ઊઠી છે. પાદરામાં 12 દિવસે પૂર્વે લગ્નની લાલચ આપી વિધર્મી યુવાન પાદરાની એક હિન્દુ યુવતીને ભગાડી ગયો છે. પોલીસ હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી શકી તેમ જ પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી છે તેવો હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે. આથી પાદરામાં જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. પાદરા નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો તેમ જ યુવાનો અને રાજકીય અગ્રણીઓ સહિત મહિલાઓની હાજરીમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં લવ જેહાદનો કાયદો કડક બનાવવા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

લવ જેહાદ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

વિધર્મી યુવકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી

પાદરામાં નીકળેલી રેલી નગરના વિવિધ માર્ગો પર ફરીને અને ભારે સૂત્રોચ્ચાર સાથે પાદરા મામલતદાર કચેરી પહોંચી હતી. રેલીમાં હાજર તમામ લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં રાજપૂત સમાજના યુવાનો અને અગ્રણીઓ તેમ જ અન્ય હિન્દૂ સંગઠનો પણ રેલીમાં જોડાયા હતા અને લવ જેહાદનો કડક કાયદો રાજ્ય સરકાર અમલમાં લાવે તેવી માગ કરી હતી. પાદરામાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતા પાદરામાં બનેલી ઘટના સંદર્ભે વિવિધ હિન્દુ સંગઠનો સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા રાજકીય અગ્રણીઓ તેમ જ પાલિકાના પૂર્વ સભ્યો પણ રેલીમાં જોડાયા હતા. મામલતદાર અને પાદરા પોલીસ મથકના પોલીસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જ્યાં સુધી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.