ETV Bharat / state

વડોદરા મેઘ કહેર: 14 કલાકમાં 20 ઈંચ વરસાદ, કલેક્ટરે શાળાઓમાં રજા કરી જાહેર

વડોદરાઃ શહેરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ વરસાદ પડતા 15 વર્ષ જૂનો રેકોર્ડ તુટ્યો છે. જેને લઇને રોડ, રસ્તા, ગરનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને લઇને લોકોના વાહન રોડ પર ફસાઇ ગયા છે. વરસાદને લઇને વડોદરા જિલ્લા કલેક્ટરે તમામ સરકારી, ખાનગી અને વીએમસીની શાળાઓને ગુરૂવારે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

heavy rainfall in vadodara
author img

By

Published : Aug 1, 2019, 11:49 AM IST

સાથે જ ભારે વરસાદને પગલે શહેરીજનો માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હેલ્પલાઇન નંબર 1800-233 0265, 0265-2423101 અને 0265-2426101 નંબરો પર ફોન કરી સહાય માંગવા માટે જાહેર કરાયો છે.

વડોદરામાં ભારે વરસાદથી તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે અને NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરથી NDRFની એક ટીમને રવાના કરવામાં આવી છે અને 2 NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

વડોદરા મેઘ કહેર: 14 કલાકમાં 20 ઈંચ વરસાદ, કલેક્ટરે શાળાઓમાં રજા કરી જાહેર

ઉપરાંત સેનાના જવાનોને એલર્ટ રહેવા માટે સુચના પણ આપવામાં આવી છે. વડોદરા શહેર નજીક ઉંડેરા ખાતે 200 લોકોને સ્થાનિક પોલીસની મદદથી અને શહેરમાં 1 હજારથી વધુ લોકોને NDRF દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરના હરણી રોડ ખાતે આવેલ સિદ્ધાર્થ બંગલોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા હતા.

Intro:વડોદરામાં આભ ફાટ્યુંઃ 14 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો, શાળાઓમાં રજા જાહેર..તંત્ર એલર્ટ

Body:વડોદરામાં ભારે વરસાદથી લોકોની જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વડોદરામાં વરસાદે 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 14 કલાકમાં 20 ઈંચ વરસાદ નોંધાયો છે. જેને લઇને રોડ, રસ્તા, ગરનાળા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેનાથી લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને લઇને લોકોના વાહન રોડ પર ફંસાઇ ગયા છે. આ વરસાદને લઇને વડોદરા જિલ્લા કલેક્ટરે તમામ સરકારી, પ્રાઇવેટ અને વીએમસીની શાળાઓને ગુરૂવારે બંધ કરવાનો આદેશ આપ્યો છે.Conclusion:ભારે વરસાદને પગલે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઇને હેલ્પલાઇન નંબર 1800-233 0265, 0265-2423101 અને 0265-2426101 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરો પર ફોન કરવાની સહાયતા માંગી શકાય છે.

વડોદરામાં ભારે વરસાદની સ્થિતીની ધ્યાનેમાં લઇ તંત્ર અલર્ટ થયું છે. સ્થાનિક NDRFની ટીમને અલર્ટ કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરથી NDRFની એક ટીમ રવાના કરવામાં આવી છે. તો NDRFની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરંત સેનાના જવાનોને અલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે..વડોદરા શહેર નજીક ઉંડેરા ખાતે 200 લોકોનું સ્થાનિક પોલીસની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા..ત્યારે શહેરમાં 1 હજારથી વધુ લોકોને NDRF દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા..વડોદરા શહેરના હરણી રોડ ખાતે આવેલ સિદ્ધાર્થ બંગલોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.