વડોદરા શહેર નજીક આવેલ આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દિવસ દરમિયાન સતત પાણીની આવકમાં વઘારો થઈ રહ્યો છે. દર કલાકે આજવાની પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજવાના ઉપરવાસ હાલોલમાં આશરે 3 ઈંચ તથા પાવાગઢ ડુંગર વિસ્તારમાં 5 વરસાદ ખાબક્યો છે. જેના કારણે વડોદરા શહેરને પાણી પૂરૂ પાડતા આજવા સરોવરની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજવામાં છેલ્લા 24 કલાકમાં 39 mm વરસાદ થતાં સીઝનનો કુલ 265 mm વરસાદ થયો છે.
![Vadodara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3752709_jisdj.png)