ETV Bharat / state

Vadodara Crime: સમિયાલામાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડવા બાબતે જૂથ અથડામણ, વાહનોને આગચંપી, 21ની અટકાયત - Group Clash in Samiyala Vadodara

વડોદરાના સમિયાલામાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કરી અનેક વાહનોને આગ પણ ચાંપી હતી. ત્યારે પોલીસે આ મામલે 20થી વધુ લોકોની અટકાયત કરી છે.

Vadodara Crime: સમિયાલામાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડવા બાબતે જૂથ અથડામણ, વાહનોને આગચંપી, 21ની અટકાયત

author img

By

Published : Mar 11, 2023, 5:47 PM IST

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વડોદરાઃ સંસ્કારીનગરી તરીકે ઓળખાતા વડોદરા પર અવારનવાર ગુનાઓના કારણે દાગ લાગતો હોય છે. ત્યારે હવે અહીં પાદરા નજીક આવેલા સમિયાલા ગામમાં મોડી રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે આ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું હતું. ગામમાં વરઘોડો પસાર થતો હતો. તે દરમિયાન બંને જૂથ વચ્ચે એકાએક પથ્થરમારો અને આગચંપીની ઘટના બની હતી.

આ પણ વાંચોઃ Vadodara news: વડોદરામાં ભાજપના કાર્યકરો વચ્ચે થઇ મારામારી

બંને જૂથે સામસામે ફરિયાદ નોંધાવીઃ આ ઘટનામાં બંને પક્ષના 2-2 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. સાથે જ 3થી વધુ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે બંને જૂથે સામસામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સામ સામે પથ્થરમારો: બનાવની વિગત એવી છે કે, સમિયાલા ગામમાં એક વરઘોડો પસાર થઈ રહ્યો હતો. તે વખતે ફટાકડા ફોડવા અંગે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને જૂથના લોકો ઉશ્કેરાઈ ગયા હતા ને જૂથ અથડામણ થઈ હતી. ત્યારબાદ બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો.

વાહનોને આગચંપી
વાહનોને આગચંપી

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાહનોમાં તોડફોડ કરી વાહનો સળગાવવામાં આવ્યા હતા. તે દરમિયાન બંને જૂથના 2-2 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ મામલે તાલુકા પોલીસે બંને તરફે 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે તાલુકા પોલીસે અત્યાર સુધીમાં બંને પક્ષના 21 આરોપીઓની ધરપકડ કરી છે. તો હાલમાં સમિયાલા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો આવ્યો છે.

પોલીસે ધરપકડની કાર્યવાહી શરૂ કરીઃ આ અંગે તાલુકા પી.આઈ.એ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે વરઘોડો નીકળી રહ્યો હતો. તે દરમિયાન બંને જૂથ વચ્ચે અથડામણ થતાં પથ્થરમારો અને આગચંપીની ઘટના થઈ હતી. ત્યારબાદ એસઓજી, એલસીબી અને અન્ય પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કોમ્બિંગ શરૂ કર્યું હતું. તો બંને પક્ષમાં ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : બે જૂથનો ઝગડો અટકાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, 28 આરોપીની ધરપકડ

અત્યારે શાંતિપૂર્ણ માહોલઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક પક્ષમાંથી 15થી વધુ અને બીજા પક્ષમાંથી 15થી વધુ લોકો સામે તેમ જ અજાણ્યા 10થી 12 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આમાંથી અત્યાર સુધીમાં 20થી વધુ આરોપીની અટકાયત કરવામા આવી છે. જોકે, આ ઘટનાના પ્રત્યાઘાત વધુ ન પડે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં 3 વાહનોમાં આગચંપી કરવામાં આવી છે અને બે વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.