ETV Bharat / state

જીવતા માણસને મૃત બતાવી લીધો, સરકારી લાભોથી છે વંચિત

વડોદરામાં તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. (system negligence in Vadodara) તમામ સરકારી પુરાવા હોવા છતાં રાજુભાઈને તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. (government declair the living man as dead) જેના લીધે તેમને કોઈ સરકાર લાભો મળતાં (not getting any government benefits) નથી. તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી જાય છે. ત્યારે તેમણે તંત્ર મદદ કરે તેવી રજૂઆત કરી છે.

આજે પરિસ્થિતિ સાથે હારી ગયેલા રાજુભાઈએ તંત્ર મદદ કરે તેવી રજૂઆત કરી

author img

By

Published : Dec 18, 2022, 1:09 PM IST

આજે પરિસ્થિતિ સાથે હારી ગયેલા રાજુભાઈએ તંત્ર મદદ કરે તેવી રજૂઆત કરી

વડોદરા: તંત્રની એક બેદરકારીથી સામાન્ય જનતાને કેટલી મુશ્કેલી પડે છે. તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. વડોદરામાં રાજુભાઈ ચાવડાને મૃત જાહેર કરી દેવાતા (government declair the living man as dead) આજે તેઓ કોઈ જ સરકારી લાભોનો ઉપયોગ કરી શકતા નથી. જેનો ભોગ તેમનો પરિવાર પણ બની રહ્યો છે. (not getting any government benefits the families)

તંત્રની બેદરકારી: વડોદરા શહેરમાં રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડાને સરકારી ચોપડે ઘણા વર્ષોથી મુત જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ સરકારી પુરાવા હોવા છતાં પણ સરકારી કામોનો લાભ લઈ શકતાં નથી. રાજુભાઈને કોઈ પણ સરકારી કામ મળતું નથી અને સરકારી લાભ પણ લઈ શકતા નથી.

આ પણ વાંચો: લોકોની લાગણી સાથે જોડાયેલા પુલની બિસ્માર હાલત

સરકારી લાભો નથી મળતાં: રાજુભાઈ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનું કહેવું છે કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મ દાખલો તમામ પુરાવા હોવા છતાં તેઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. તેઓ અત્યાર સુધી સરકારી કચેરીએ ઘણા ધક્કા ખાઈ ચૂક્યા છે પણ અત્યાર સુધી કોઈ સહાય મળી નથી. અને હવે આ મુશ્કેલી તેમના બાળકોને પડી રહી છે. તેમને પણ કોઈ જ સરકારી લાભો મળી રહ્યા નથી. સબસિડી કે જરૂરીયાત સમયે લોન મળી શકતી નથી. છતાં પણ તેમણે લાઈટબિલ અને વેરો ભરવો પડે છે.

મદદની પુકાર: છેલ્લા બે વખતથી મતદાનના દિવસે મતદાન કરવા જતા તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી જાય છે. આ બાબતે તેઓએ સરકારી કચેરીઓના અનેક ધક્કાઓ ખાધા બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શહેર વાડી વિધાનસભા બેઠકના ઉમેદવારને જ્યારે તેઓ મત આપવા માટે પહોંચ્યા ત્યારે તેમનું નામ મતદાન યાદીમાં ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું. ત્યારે આજે પરિસ્થિતિ સાથે હારી ગયેલા રાજુભાઈએ તંત્ર મદદ કરે તેવી રજૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.