વડોદરા : વડોદરાના જેતલપુર રોડ પર આવેલા હરિજનવાસમાં (Girl Death in Vadodara) એક યુવતી ગંદુ પાણી પીવાથી મૃત્યુ નિપજતા ચકચાર મચી છે. એક યુવતી ગંદુ પાણી પીવાથી બીમાર થયા બાદ ઝાડા-ઉલટી થતાં શંકાસ્પદ કોલેરાના લક્ષણો દેખાયા હતા. તેમજ યુવતીના પિતા પણ બિમાર છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈને આજે સવારે વિપક્ષી નેતા અમી રાવત બાદ મેયર કેયુર રોકડિયા (Death drinking water in Vadodara) પરિજનોની મુલાકાતે દોડી આવ્યા હતા.
પરિવારે કર્યા આકરા પ્રહાર - વડોદરામાં છેલ્લા ઘણા સમયથી પાણી ધીમા પ્રેશરથી આવતું હોવાની તેમજ ગંદુ પાણી આવતું હોવાની હજારો ફરિયાદો કોર્પોરેશનમાં મળી છે. તેવામાં વડોદરાના મયેર કેયુર રોકડિયાના વિસ્તારમાં જ જેતલપુર રોડ પર આવેલા હરિજનવાસમાં રહેતી ઉન્નતી નામની યુવતીનું શંકાસ્પદ કોલેરાના લક્ષણો ઝાડા-ઉલટી થયા બાદ મૃત્યુ થયું હતું. તેમજ યુવતીના પિતા અશ્વીનભાઇ પણ બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ છે, ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે, નળમાં પીવાનું ગંદુ પાણી આવે છે. તેના કારણે આ પરિવાર બીમાર પડ્યો અને તેમાં યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. તેમજ ઘટનાના બીજા દિવસે વિપક્ષી નેતા અમી રાવત પરિજનોની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને પાલિકાની કામગીરી પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો : પાદરા નજીક ઈપ્કા લેબોરેટરી કંપનીમાં 23 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા
પરિવારને મળતા મેયર પહોંચ્યા - આ બનાવને લઈને બાદમાં વડોદરાના મેયર પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વિસ્તારની મુલાકાતે આવેલા મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું કે, અમારા ધ્યાન પર એક યુવતિનું શંકાસ્પદ કોલેરામાં મૃત્યુની ઘટના આવી છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે તપાસ કરી રહી છે એક પણ વ્યક્તિ હોસ્પિટલાઇઝ થયું નથી શંકાસ્પદ કેસ હોય તેમાં આરોગ્ય (Death drinking water on Jetalpur Road) વિભાગની ટીમ કામ કરી રહી છે. પાલિકાની પાણી, ડ્રેનેજ સહિતની વિવિધ ટીમો અહીં ઉતરી છે. જ્યાં મિશ્રિત પાણી આવતું હશે. તેની તપાસ કરાશે. જરૂરિયાત પ્રમાણે નવી પાણીની લાઇન નાંખવામાં ઓર્ડર કરવામાં આવશે જે ઘટના બની છે તે દુઃખદ છે.
આ પણ વાંચો : વડોદરા યુથ કોંગ્રેસે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ફોટાને સળગાવી દેખાવો કર્યો
પાણીની સમસ્યાને લઈને કોઈ ફરિયાદ નહિ - અહીં પાણીની સમસ્યા છે તેવી કોઇ પણ ફરિયાદ મેયર તરીકે મને અથવા મારા સાથી કાઉન્સિલરને મળી નથી સમસ્યાઓને લઇ તંત્રને જાણ કરાય છે. તંત્ર નિરાકરણ લાવે છે. અમારી (Cholera deaths in Vadodara) ફરજ છે કે શહેરમાં નાની સરખી ગલીમાં પણ જો ગંદુ પાણી આવે તો તાત્કાલિક ઘોરણે નિરાકરણ લાવવું જોઈએ જ્યાં પાણીની સમસ્યા હશે, ત્યાં તેના કારણો શોધીને નવી લાઇન નાંખવામાં આવશે. અમે આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહ્યા છીએ. પરંતુ, આજૂબાજૂના (Illness in the elderly) ખાણીપીણીની લારીઓના સેમ્પલ લેવાનું નક્કી કર્યું છે. વિસ્તારમાં જ્યાં ગંદકી દેખાય છે. ત્યાં પીપીપી મોડલથી એરીયાને ડેવલપ કરવામાં આવશે.