વડોદરા: વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1879માં કમાટીબાગની સ્થાપના કરી હતી. આજથી 145 વર્ષ પહેલાં મહારાજાએ 113 એકર જમીનમાં આ બાગ બનાવ્યો હતો. જે આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની વડોદરાના શહેરીજનોને અમુલ્ય ભેટ છે.
શહેરની શાન: અદભુત અને અકલ્પનિય કમાટીબાગનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયમાં તે સમગ્ર પશ્ચિમ ભારતનું સૌથી મોટું ઉદ્યાન ગણાતું હતું. જેને સયાજીગંજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના 145 માં સ્થપાના દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કી સોની દ્વારા રૂ.63 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ કેક્ટસ ગાર્ડ, બોંસાઈ સેક્શન અને 3D AR ડાયનાસોર પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કમાટીબાગમાં ફાઉન્ડેશન પોન્ડ, મેઝ ઓફપ્લાન્ટ્સ, રેલવે સ્ટેશન, ગ્લો ગાર્ડન, એન્ટ્રન્સ ગેટ,વોક વે આર્કિટેક્ચર, સોલાર ટ્રી, ઇન્ફોર્મેશન બુથ,મહિલાઓ માટે પિંક ટોયલેટ, મેડિટેશન સેન્ટર,ગજીબો, ભૂલભૂલૈયા તેમજ કેનોપી મૂકવાનુંઆયોજન છે. આ ઉપરાંત બાગમાં અલગ-અલગ પક્ષીઓ અને પ્રાણીઓના સ્ટેચ્યુ પણ મુકવાનું આયોજન કરાયું છે
વર્કરનું સન્માન: આ પ્રસંગે કમાટીબાગની માવજત કરતા અને વિવિધ સમિતિઓના વકૅરોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. આ અંગે કોર્પોરેશનના સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,આ કમાટીબાગ સયાજીબાગ ગાર્ડન મહારાજાએભેટ આપ્યો છે. સયાજીરાવ ગાયકવાડની આવિરાસત જળવાઈ રહે અને વધુ વિકસિત,વધુમાં વધુ સુવિધાઓ અને રીનોવેટ કરી શકાય તેઓ પ્રચાસ કરવામાં આવ્યો છે. કમાટી બાગના 145માં જન્મ દિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે અહીં કામ કરતા વિવિધ વર્કર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ: આ પ્રસંગે શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ શીતલભાઈ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, મ્યુનિસિપલ કમિશ્નર દિલીપભાઈ રાણા, કલેકટર એ.બી. ગોર, કાઉન્સિલરો , અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.