ETV Bharat / state

Vivek agnihotri next film: કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બાદ હવે ગોધરા ફાઇલ્સ પણ બનાવીશ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન વડોદરાના ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં તેમણે ફિલ્મ જગતના પાસા પર પ્રકાશ પાડ્યો હતો. તેઓ ફિલ્મ પ્રોડ્યુસર, સ્ક્રીનરાઇટર તથા લેખક પણ છે. તેમને સુપરહીટ ફિલ્મ ટશ્કેન્ટ ફાઇલ્સ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

હવે ગોધરા ફાઇલ્સ પણ બનાવીશ- વિવેક અગ્નિહોત્રી

author img

By

Published : Apr 19, 2023, 1:08 PM IST

હવે ગોધરા ફાઇલ્સ પણ બનાવીશ- વિવેક અગ્નિહોત્રી

વડોદરા: પારુલ યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલા વડોદરા ફિલ્મ એન્ડ ડેસિંગ ફેસ્ટિવલમાં ફિલ્મ જગતના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર વિવેક અગ્નિહોત્રી મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કહ્યું કે સરકારો તો આવે છે ને જાય છે પણ સિસ્ટમ બદલાતી નથી. ઓટીટી પર જે કઈ બતાવવામાં આવે છે તે યોગ્ય નથી. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બાદ ગોધરા ફાઇલ્સ વિશે પણ ફિલ્મ બનાવીશ. તેવી વાત કરી હતી. આ સાથે અન્ય કેટલીક મહત્વની વાતો પણ આ સંદર્ભે કરી હતી.

નેશનલ એવોર્ડ: ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા આયોજિત પાંચ દિવસીય વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિવેક અગ્નિહોત્રી ઇન્સ્ટિટ્યૂટના યુવા ફિલ્મમેકર્સ સમક્ષ પોતાના વ્યક્તિગત જીવનની સફળ વર્ણવી હતી કે જેના પરિણામે આજે તેમણે ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મેળવી છે. તેમણે ઉભરતાં ફિલ્મમેકર્સ ઇન્ડસ્ટ્રી વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. જેનાથી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ની રચના કરવા માટે પ્રેરણા મળી હતી. ઉલ્લેખનીય છે કે વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ડાયરેક્ટર સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર, સ્ક્રીન રાઇટર તથા લેખક પણ છે. તેમણે સુપરહિટ ફિલ્મ નશકંદ ફાઇલ્સ માટે નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે.

આ પણ વાંચો Vadodara News : સણોલી ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, કચેરીએ ધક્કા ખાતાં ગ્રામજનોના હોબાળાને કોણ સાંભળશે?

ધ કાશ્મીર ફાઇલ્સ: ડોક્ટરની મુલાકાત બાદ ફિલ્મ બનાવવાનું વિચાર્યું: "ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી વીએફડીએફ ખાતે ઉપસ્થિત દર્શકો સાથે વિવિધ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરી હતી. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બનાવવાનો વિચાર અંગે તેમણે જણાવ્યું હતું કે, હું એક ડોક્ટર ની મુલાકાતે ગયો હતો, જે કાશ્મીરી પંડિત હતા. તેમણે મને પ્રશ્ન કર્યો કે, શા માટે હું કાશ્મીરી પંડિત ઉપર ફિલ્મ નથી બનાવતો, તમે એકમાત્ર સક્ષમ વ્યક્તિ છો, કે જેઓ અમારી વાર્તાને ન્યાય આપી શકે તે જ દિવસે મેં ધ કાશ્મીર ફાઇલ્સ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

મિલિયન ડોલર જોઈએ: વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઓસ્કાર માટે 20 થી 25 મિલિયન ડોલર જોઈએ વગર પૈસે કઈ પણ થતું નથી. જો સો કરોડ પાસે ના હોય તો ઓસ્કારની વાત પણ ન કરી શકાય. આ એવોર્ડ માટે ખૂબ લોબિંગની જરૂર પડે છે. પી આર ફોર્મસ સાથે જ્યૂરી ને દેખાડવું ડિનર દારૂ પીવડાવવો જેવી ઘણી બાબતો હોય છે. ઓસ્કાર મોટી બાબત નથી અમારી પાસે એટલા પૈસા નથી. ઓસ્કાર ને લઈ 10 વર્ષ પછી કોઈ પૂછશે પણ નઈ પણ ધ કાશ્મીર ફાઇલ્સને નહીં ભૂલી શકે. સાથે જણાવ્યું હતું કે આ ફિલ્મ બનાવવા માટે હું 700 લોકો સાથે એક પછી એક મળીને જાણકારી મેળવી હતી. ત્યારબાદ આ ફિલ્મ બનાવી હતી. આજની યુવા પેઢી ખોટો ઇતિહાસ ન સમજે અને અગાઉના ઇતિહાસનું સત્ય શુ છે તે બતાવવું માટે પ્રથમ પ્રયાસ રહેશે.

પ્રેરણાદાયી ફિલ્મ માટે જાણીતા: ઇન્ડિયન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સદસ્ય હોવા તરીકે વિવેક અગ્નિહોત્રી પોતાની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા રાષ્ટ્રીય હીતમાં પ્રેરણાદાયી ફિલ્મ તૈયાર કરવા યુવાન સ્ટોરીટેલર્સને આહ્વાન કર્યું હતું. તેમણે પ્રાદેશિક ફિલ્મ ના મૂલ્યાંકન માટે કમિશન સ્ટાન્ડર્ડ્સ રચવાની મહત્વતા વિશે પણ ચર્ચા કરી હતી, જે વી એફડીએફ ના મુખ્ય હેતુઓ પૈકીનું એક છે. ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે પોતાની રુચિ પ્રદર્શિત કરતા વિવેક અગ્નિહોત્રી યુવાનોને રચનાત્મક વિચારો તથા પ્રેરણાદાયી સ્ટોરીટેલર બનવા સતત પ્રેરણા આપતા રહે છે.

આ પણ વાંચો Vadodara News : ભાયલીમાં રોડ પીગળી જતાં ભારે હાલાકી, સ્થાયી સમિતિ અધ્યક્ષે આટલી સૂચનામાં સંતોષ માની લીધો

પડકારોની વાત રજુ:તેમણે યુવાનોને સલાહ આપી હતી કે, હંમેશા પોતાની જાતને અભિવ્યક્ત કરો, કોઈને ઇમ્પ્રેસ કરવાના પ્રયાસ ન કરો. તેમણે બોલિવૂડમાં પોતાની ફિલ્મને પ્રમોટ કરવામાં સર્જાયેલી મુશ્કેલીઓ અને પડકારો વિશે પણ વાત કરી હતી. વિવેક અગ્નિહોત્રી ખૂબ જ પ્રામાણિકતા અને નિખાલસતાથી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને તેમને પ્રેરિત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વિવેક અગ્નિહોત્રી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સહિતના વિષયોની વિસ્તૃત જાણકારી ધરાવતા એક સારા જાહેર વક્તા પણ છે. તેમણે ટેડ, હાર્વર્ડ યુનિવર્સિટી કોન્કલેવ, નીતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સહિતના ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા છે. ફિલ્મોમાં ઉત્કૃષ્ટતા અને દ્વેષતાની હંમેશા વકાલત કરી છે. આ કાર્યક્રમમાં ફિલ્મ "શુભ યાત્રા"ના કલાકાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી મોનલ ગજ્જર સહિત ફિલ્મ મેકર મનીષ સૈની પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાદેશિક સિનેમાને પ્રોત્સાહન આપવાની યુનિવર્સિટીની કટિબદ્ધતા પ્રશંસા કરી હતી. ટીમે તેમની ફિલ્મનું પ્રિમિયર રજૂ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.