વડોદરા શહેરમાં નાના મોટા એમ થઈને કુલ સાત આગના બનાવો બન્યા છે.આગના બનાવવાની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ આગ બુજાવી હતી. જેથી નુકસાન થતું અટક્યું હતું. આવી જ એક વધુ આગની ઘટના વડોદરાન નજીક આવેલા કોયલી ગામની ઘટના સામે આવી છે. જેમાં ગ્રામપંચાયતની કચેરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગવાની ઘટના: વડોદરા નજીક આવેલા કોયલી ગામમાં ગ્રામપંચાયત આવેલી છે. જેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્રામપંચાયતની કચેરીમાં શરૂઆતમાં સામાન્ય ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જેથી તેને જોઈ લોકો આસપાસ એકઠા થઈ ગયા હતા. જે બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગોટેગોટા દૂર દૂર: કચેરીમાં આગ લાગતા આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ઉડતા જોઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આગની ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ કચેરીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ઘટના અંગે ફાયરવિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગને ઘટના અંગે જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને ભારે જહેમદ બાદ કાબૂ કરવાની કામગીરી હાથધરી હતી.ભારે જેહમત બાદ કચેરીમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂ કરવામાં આવી હતી.
દસ્તાવેજો અને રેકોર્ડ બળીને ખાખ: ગ્રામપંચાયતમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા પણ આગને બુઝાવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોએ ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી. કચેરીમાં જે સમયે આગ લાગી તે સમયે કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે, કચેરીમાં વર્ષો જૂના કાગળીયા અને દસ્તાવેજો સંભાળીને રાખવામાં આવ્યા હતા. તે તમામ દસ્તાવેજો અને રેકોર્ડ બળીને ખાખ થઈ ગયા હતા. મહત્વનું છે કે, હાલ ગ્રામપંચાયત કચેરીમાં આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી.