વડોદરા કરજણના કંબોલા ગામે રહેતા ખેડૂત રાહુલભાઈ રાવજીભાઈ પટેલે પોતાના ખેતરમાં દિવેલાનું વાવેતર કર્યું હતું. જેમાં હાલ પાણી લેવાની કામગીરી ચાલી રહી હતી. તે સમય દરમિયાન અચાનક જ તેમને જોરદાર વીજ કરંટ લાગતા કમકમાટીભર્યું મોત નીપજયું હતું. રાહુલભાઈના મોતને પગલે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
બાજુના ખેતરની દિવાલથી કરંટ આવ્યો વીજકરંટ લાગતાં કંબોલા ગામના ખેડૂત રાહુલભાઈ પટેલનું મોત નીપજવાની આ ઘટનામાં જાણકારી મળી છે એ મુજબ રાહુલભાઈ પટેલના ખેતરની બાજુના ખેતરની દિવાલ ઉપર કરંટ ઉતરતાં વીજ કરંટ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખેડૂતનું મોત નોંધાયું હતું.
આ પણ વાંચો LIVE VIDEO : તાજીયા જુલૂસમાં વીજ-કરંટ, બેના મોત
વાડીના તારને અડી તાં વીજ કરંટ લાગ્યો રાહુલભાઈના ખેતરની બાજુમાં જ આવેલ મોતીભાઈ અમૃતભાઈએ પોતાના શેરડીના ખેતરની આજુબાજુ તારની વાડ ઉપર કૂવાની ઓરડીમાંથી કરંટ છોડ્યો હતો. જે કરંટ દિવેલામાં પાણી વાળતાં રાહુલભાઈ પટેલની વાડીના તારને અડી ગયો હતો. જેને અડી જતાં રાહુલભાઇ પટેલને વીજપ્રવાહનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને તેઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
રાહુલભાઈ ઘરે પરત ન આવતા શોધખોળ રાહુલભાઈ પટેલે પોતાના ખેતરમાં દિવેલા વાવ્યા હતાં. જેમાં હાલ પાણી લેવાની કામગીરી ચાલતી હતી. જેથી તેઓ વહેલી સવારથી જ ઘરેથી ખેતરમાં કામ અંગે જતા રહ્યા હતાં. પરંતુ બપોરના સમયે જમવા ઘરે ન આવતા પરિવારજનો ચિંતાતુર થઈ ગયા હતા. તેઓને ફોન કરતા તેઓનો ફોન પણ બંધ આવ્યો હતો. આખરે પરિવારજનોએ તેમના મિત્ર સાથે ખેતર તપાસ કરવા ગયાં હતાં. જયાં આ રાહુલભાઈ તારની વાડને અડીને જ મૃત હાલતમાં પડ્યા હતાં.
આ પણ વાંચો વાયરમાંથી પતંગ કાઢવા જતા બાળકોને લાગ્યો વીજ કરંટ! પરીવારનો થ્યો જીવ એધ્ધર
મધ્ય ગુજરાત વીજ કંપની અને પોલીસ આવી સમગ્ર ઘટનાની જાણ રાહુલભાઈ પટેલના મિત્રએ મધ્ય ગુજરાત વીજ કંપની અને પોલીસને કરતા વીજ કંપનીનાં કર્મચારીઓ તત્કાળ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાંં. તાત્કાલિક ધોરણે મધ્ય ગુજરાત વીજ કંપનીનો વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ કરજણ પોલીસના જવાનો પણ બનાવના સ્થળે તત્કાળ પહોંચ્યા હતાં અને આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની જરૂરી કડક કાનૂની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી.