ETV Bharat / state

વડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ

author img

By

Published : Aug 30, 2022, 3:58 PM IST

ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. માટીમાં પંચામૃત ભેળવીને ગાયના ગોબરથી બનાવવામાં આવી રહેલી ગણેશજીની મૂર્તિ આ વર્ષે ખાસ બજારમાં મૂકવામાં આવી છે. હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી અને પંચતત્વથી બનેલી ગણેશજીની મૂર્તિની માંગ વધી છે.Ganesh Chaturthi 2022, Panchamrut in Vadodara Ganesh idol, eco friendly ganesha idol, cow dung ganesh

વડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ
વડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ

વડોદરા ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી (Ganesh Chaturthi 2022)રહ્યા છે. ઠેર ઠેર ગણેશ ઉત્સવની જોરશોરથી તૈયારી થતી જોવા મળે છે. ત્યારે ગણેશની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને આપણે બજારમાં માટીના અને પી.ઓ.પીની ગણેશ મૂર્તિ જોઈ છે. પરંતુ માટીમાં પંચામૃત ભેળવીને ગાયના ગોબરથી બનાવવામાં આવી રહેલી ગણેશજીની મૂર્તિ (cow dung idols make ganesha )આ વર્ષે ખાસ બજારમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો રાજ્યના એવા ગણપતિ જ્યાં દર વર્ષે રાજ્યપાલ જ કરે છે પ્રથમ આરતી

પંચતત્વની ગણેશજીની પ્રતિમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી પંચતત્વ વાળી ગણેશજીની મૂર્તિ (eco friendly Ganesha idol )બજારમાં મુકાઈ ગઈ હતી. પરંતુ આ વિશેની જાગૃતિ લોકોમાં ન હોવાથી ખાસ કોઈ આ મૂર્તિને ખરીદતું ન હતું. પરંતુ હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી અને પંચતત્વથી બનેલી ગણેશજીની મૂર્તિની માંગ વધી છે. અશોકબાબા પરિવાર સંસ્થા (Ashok Baba Parivar Institute)દ્વારા છેલ્લા 5 વર્ષથી સેવાના ભાવે અલગ પ્રકારના ગણેશજી બનાવામાં આવી રહ્યા છે. એમની ગૌશાળામાં આવેલી ગાયોના મળમૂત્ર, દૂધ, છાણ, દહી, ઘી, ખાતર આ પાંચ તત્વોને ભેગા કરી પંચતત્વની ગણેશજીની પ્રતિમાંં તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો સુરતીલાલાઓ ડૂબ્યા ભક્તિમાં, ઢોલનગારા અને DJના તાલે થઈ રહ્યું છે દૂંદાળા દેવનું સ્વાગત

માંગ વધશે એ પ્રમાણે મૂર્તિઓ આ સંસ્થાનો એ જ ઉદ્દેશ છે કે, જે ગાયોને કતલખાને મોકલવામાં આવે છે, એ બચે અને તેઓ આ મૂર્તિઓનું વેચાણ કરી, આવેલ ફંડથી ગાયોને ઘાસ ખવડાવવામાં મદદરૂપ બનશે. આ સંસ્થા દ્વારા આ વર્ષે 150 થી 200 જેટલી મૂર્તિઓ બનાવવામાં આવી છે. લોકોની જેમ જેમ માંગ વધશે એ પ્રમાણે મૂર્તિઓ બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.