વડોદરા વિદ્યાના ધામમાં વિદ્યાર્થી સાથે અમાનવીય અત્યાચારોની ઘટના વધી રહી છે. ત્યારે આવો એક કિસ્સો સામે આવ્યો છે વડોદરાની એક શાળામાંથી. પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ઝેનિથ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આખો દિવસ લાઈબ્રેરીમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. તેનો વાંક માત્ર એટલો હતો કે, તેણે ફી નહતી ભરી.
આ પણ વાંચો સાવધાન! ડેટિંગ એપ ડાઉનલોડ કરીને તમે ક્યાંક સાયબર ક્રાઈમને તો આમંત્રણ નથી આપ્યું?
વાલીએ કર્યા ગંભીર આક્ષેપ ત્યારે આ બાળકને સજા આપ્યાનું મહિલા કોઓર્ડિનિયરે ઓન કેમેરા સ્વીકાર્યું હતું. આ મામલે ETV BHARATએ વાલી અને સ્કૂલની મુલાકાત લઈ બંને પક્ષની વાત જાણી હતી, જેમાં વિદ્યાર્થીના વાલીએ ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચો ખીલતા ફુલો પર શિક્ષકનો અત્યાચાર, સામે આવ્યો ચોકાવનારો વીડિયો...
આ મામલે ડીઈઓ અને પોલીસ ફરિયાદ કરીશું: વાલી આ અંગે વિદ્યાર્થીની માતાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી જ્યારે ઘરે ગયો ત્યારે તેની તબિયત લથડી હતી. જેથી માતાએ તેને પૂછતાં સ્કૂલ દ્વારા તેને આખો દિવસ લાઈબ્રેરીમાં બેસાડી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. આના કારણે તે એટલો ગભરાઈ ગયો હતો કે, તેની તબિયત બગડી ગઈ હતી. હવે આ મામલે પરિવાર ડીઈઓ તેમ જ પોલીસમાં ફરિયાદ દાખલ કરશે.
બાળકની માતાનું રટણ આ અંગે બાળકની માતાએ જણાવ્યું હતું કે, મારું બાળક 6 વર્ષથી આ સ્કૂલમાં ભણે છે. ફી ન ભરવાના કારણે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી તેને લાઈબ્રેરીમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. બાળક ઘરે આવતા જ સિડી પર ઢળી પડ્યો હતો. તેને પૂછતાં જણાવ્યું હતું કે, તેને ફી ન ભરવાના કારણે સજા કરવામાં આવી હતી. આ બાબતે સ્કૂલમાં વાત કરી કે, મારા નાના બાળકો છે અને હું હમણાં સ્કૂલમાં આવી શકું તેમ નથી અને ફી બાબતે ખોટી બાબતે તમે મારા બાળકને સજા આપી છે તે યોગ્ય નથી. બાળકની માતાએ જણાવ્યું કે, મારા બાળક જેવી સજા અન્ય વિદ્યાર્થીઓને ન થાય તે માટે ડીઈઓ કચેરી સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરીશું. હાલ બાળક જ્યારથી સ્કૂલમાંથી ઘરે આવ્યો છે ત્યારથી તેની તબિયત બગડેલી છે.
ફી અંગે વાલી મળવા જ ન આવ્યા આ અંગે ઝેનિથ સ્કૂલના મહિલા કો-ઓર્ડીનેટર સ્નેહલ મયુરદાણીએ જણાવ્યું હતું કે, બાળકની ફી બાકી હતી, જેને લઈ વારંવાર ફોન કરવા છતાં પણ વાલી એક પણ વાર સ્કૂલમાં મળવા નહતા આવ્યા. છેલ્લા 9 મહિનાથી એક પણ વાર મળવા નથી આવ્યા અને મને એમ હતું કે, વાલીને કોઈ નાણાંની તફલીક હશે, જેથી વાલી સાથે પણ વાતચીત કરવા છતાં સ્કૂલમાં આવ્યા નહતા. આ બાબતને લઈ બાળકને ક્લાસમાંથી બોલાવી વાલી ન આવે ત્યાં સુધી લાઈબ્રેરીમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. તેમ છતાં વાલી આવ્યા નહતા. વાલીના નાસ્તા અને વોશરૂમ ન જવા બાબતે આક્ષેપો સાચા નથી. સાંજે સ્કૂલમાંથી જતા સારી સ્થિતિમાં જ ઘરે ગયો હતો.
અગાઉ નૂતન સ્કૂલ વિવાદમાં રહી હતી ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના સમા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલયમાં એક વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષકે માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તેને લઈને શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ એક શાળાની ફી મામલે દાદાગીરી સામે આવી છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે જણાવ્યું હતું કે, આ બાબતને ધ્યાનમાં લઈ શાળા સામે અને કો ઓર્ડિનેટર સામે યોગ્ય પગલાં લેવાશે.