વડોદરાઃ ડભોઇ નગરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ કેસ વધી રહ્યાં છે. તેની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેથી તાલુકામાં ચાલતી આરોગ્યલક્ષી સ્થિતી વિશે માહિતી મેળવવા માટે જિલ્લા કલેકટર શાલીનીબેન અગ્રવાલે ડભોઇ નગરની મુલાકાત લીધી હતી. સાથે જ તલાવપુરા, કડીયાવાડ સહિતના પાંચ વિસ્તારોની મુલાકાત લઈને આરોગ્ય ટીમની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન કલેક્ટરની સાથે પ્રાંત અધિકારી હિમાંશુભાઈ પરીખ, મામલતદાર જે.એન.પટેલ, નગર આગેવાન વકીલ અશ્વિનભાઈ પટેલ, ડો.ગુડિયા રાણી , પી.આઈ. જે.એમ. વાઘેલા સહિતના અધિકારીઓએ પણ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ડભોઈ નગરમાં કોરોના સંક્રમણ અટકાવા માટે જરૂરી નિર્ણયો લઈને નગરને સુરક્ષિત કરવાના હેતુ કલેકટરે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તેમણે કોરોના નિદાનની સારવાર અને દવાઓ સહિતની બાબતો વિશેની જાણકારી મેળવી હતી.