વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઇમાં ડભોઇ નગરપાલિકાનો મોટો વિવાદ સામે આવ્યો છે. નગરપાલિકા ચીફ ઓફિસરે ભાજપ અને કોંગ્રેસના 36 સભ્યોને તત્કાલ નોટિસ ફટકારી છે. ડભોઇની મધ્યમાં આવેલા ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશનના કામને અનુલક્ષી ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના સભ્યો પાસેથી ત્રણ દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે.
અરજીના પગલે નોટિસ : ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસરે જૂના બોર્ડના 36 સભ્યોને ડભોઇ નગરપાલિકા હદમાં આવતા નગરના મધ્ય તળાવનાં બ્યુટીફિક્શનમાં ગેરરીતિના આક્ષેપો થયાં છે. આજથી 8 વર્ષ પૂર્વે વડી કચેરી ખાતે એક અરજી થઈ હતી. જેથી વડી કચેરીથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને જેતે સમયના ભાજપ અને કોંગ્રેસના 36 સભ્યો પાસે પાલિકા ચીફ ઓફિસરે 3 દિવસમાં ખુલાસા માગ્યા છે. આગળની કાર્યવાહી સભ્યોના ખુલાસા મળ્યા બાદ હાથ ધરવામાં આવશે.
2017માં 13- 14 નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 50 લાખ ડભોઇના મધ્યમાં આવેલ ઐતિહાસિક તળાવના યુટીફિકેશન માટે ફાળવવામાં આવ્યા હતાં. પરંતુ સ્વ. નીલેશ ભટ્ટ ( માજી.કોપોરેટર) દ્વારા વાંધા અરજી ઉભી કરવામાં આવી હતી. જેમાં ગેરરીતિના અક્ષેપો કરવામાં આવ્યા હતાં. જે અંગે વધુ તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે...જયકિશન તડવી (ચીફ ઓફિસર, ડભોઇ નગરપાલિકા )
50 લાખ પૈકી 39 લાખ રૂપિયા ચૂકવી દીધા : જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ નગર ની મધ્યમાં આવેલ ઐતિહાસિક તળાવના બ્યુટી ફિક્શન માટે 2017માં સમગ્ર સભામાં 13/14 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરી ઠરાવ પસાર કરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. 50 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. જે પૈકી 39 લાખ બિલ ચૂકવાઈ ગયું હોય તે અંગે જવાબ સભ્યો પાસે માંગવામાં આવ્યો છે. સાથે પૂર્વ ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટને પણ નોટિસ પાઠવવામાં આવી છે.
સ્વ. નીલેશભાઈ ભટ્ટ દ્વારા વડી કચેરીમાં અરજી : 2017 માં વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો જે 2020 માં પૂર્ણ કરી દેવાનો હતો. પરંતુ હજી સુધી તે પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ડભોઇ નગરપાલિકાનાં પૂર્વ 36 સભ્યો અને નગરપાલિકા પૂર્વ ચીફ ઓફિસર સહિત એકાઉન્ટન્ટને ડભોઇ નગરપાલિકાનાં હાલના ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા ડભોઇના ઐતિહાસિક તળાવનાં બ્યુટીફિકેશનમાં ગેરરીતિ બાબતે નોટિસ ફટકારાઈ છે. મળતી માહિતી મુજબ 8 વર્ષ પૂર્વે મધ્ય તળાવના બ્યુટી ફિકેસન અર્થે 50 લાખ ગ્રાન્ટ આવી હતી. જે કામ પૂર્ણ થયા વિના જ રૂા. 39 લાખનું બિલ જેતે સમયે ચૂકવણી કરી દેવાઇ હતી. જેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્વ. નીલેશભાઈ ભટ્ટ દ્વારા વડી કચેરીમાં અરજી કરાઈ હતી. વડી કચેરીને આદેશ અનુસાર હાલ ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા જેતે સમયના તમામ ભાજપ- કોંગ્રેસના 36 સભ્યો તેમજ પૂર્વ ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટને નોટિસ પાઠવી દિન 3માં જવાબ માગ્યા છે.
2017 માં ડભોઇના ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશન માટે તેને પ્રક્રિયા હાથ ધરી ટેન્ડર આપવામાં આવ્યું હતું. પરંતુ બ્યુટીફિકેશનના કામ દરમિયાન તળાવમાંથી એરકોલોજીના પથ્થર નીકળતા કામમાં કચાશ ન રહે તે માટે કોન્ટ્રાક્ટર દ્વારા ટકાઉ બનાવવાના હેતુથી યોગ્ય સામગ્રી વાપરવામાં આવી છે. એ સિવાય કોઈ ગેરરીતિ કરવામાં આવી નથી. પરંતુ તેઓ વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકાની વડી કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે. તો આ અંગેની તપાસ રાજકોટ ઓફિસને કયા કારણોસર આપવામાં આવી છે...સુભાષભાઈ ભોજવાની (વિરોધ પક્ષના નેતા)
પક્ષાપક્ષીના કારણે નગરનો વિકાસ રૂંધાયો : ડભોઇ નગરમાં છેલ્લા કેટલા સમયથી રાજકીય પક્ષોની પક્ષા-પક્ષીના કારણે ડભોઈનગરનો વિકાસ રૂંધાતો જાય છે છેલ્લા કેટલાય વર્ષોથી ડભોઇ જેમનું તેમ જ જોવા મળે છે. તળાવના બ્યુટીફિકેશનની વાત કરીએ તો છેલ્લા આઠ વર્ષથી કામ પૂર્ણ થઈ શકતું નથી જેનો ભોગ આમ જનતા બની રહી છે.