વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મગરના બચ્ચા જોવા મળ્યા હતા. જો કે મગરો દેખાતા હવે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વિશ્વમિત્રી નદીમાં બચ્ચા જ નહિ પરંતુ 10 થી 12 ફુટ મહાકાય મગરો પણ વસવાટ કરે છે.
વડોદરા શહેરમાં પાણીના પ્રકોપ વચ્ચે હવે રહેણાક વિસ્તારમાં મગરો ધુસી જતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. વડોદરા શહેરના મોટા ભાગેના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને હજુ પણ લોકોનું રેસક્યુ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં ઘુસેલા માગરોને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા.