વડોદરાઃ શહેરના દંતેશ્વર ખાતે 100 કરોડ રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં ક્રાઈમબ્રાન્ચ તપાસ કરી રહી છે. આ જમીનના દસ્તાવેજ રજિસ્ટર્ડ કરી આપનાર સબ રજિસ્ટ્રાર સહિતના વિવિધ વિભાગના અધિકારીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સાથે જ પ્લોટના રૂપિયા જમા કરાવવા નિરક્ષર વૃદ્ઘાની અંગ્રેજીમાં બોગસ સહી કરી બેન્ક ખાતુ ખોલાયાનું જાણવા મળ્યું હતું. તો આ મામલે ક્રાઈમબ્રાન્ચ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ ગ્રાહકે પ્લોટ મૌખિક બનાખત કે કોઈ કરાર આધારિત લીધો હોય તો નામ ગુપ્ત રાખી નિવેદન આપવા માગતા હોય તો પણ આપી શકે છે.
આ પણ વાંચો Vadodara Crime : વ્હાઇટ હાઉસ કૌભાંડ મામલે આરોપીને સાથે રાખી તપાસ ધરી હાથ, કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર
નિરક્ષર છતાં અંગ્રેજીમાં સહી: આ સરકારી જમીન પચાવી પાડનારો મુખ્ય આરોપી સંજયસિંહ પરમારે શાંતાબેન રાઠોડ સાથે ઈન્ડિયન ઓવર્સીસ બેન્ક મકરપુરા શાખામાં બેન્ક ખાતું ખોલાવ્યું હતું. જેથી બેન્ક મેનેજરને રેકર્ડ સાથે બોલાવી ચેક કરતા બેન્ક ખાતાના ફાર્મમાં શાંતાબેનની અંગ્રેજીમાં સહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ શાંતાબેન રાઠોડ નિરક્ષર હોવાથી અને તેઓ સહી નહીં પરંતુ અંગૂઠો કરે છે. એટલે તેમની સહી ખોટી હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.
બેન્ક મેનેજરનું લેવાયું નિવેદનઃ આ મામલે બેન્ક મેનેજરની પૂછપરછ કરી તેમનું પણ લેવામાં આવ્યું છે. હવે આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ કેસમાં સંજયસિંહની પત્ની લક્ષ્મીબેને હાઈકોર્ટમાં જામીન અરજી મુકતા તે અંગે સોગંદનામું કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Corruption Case: બોટાદ સરકારી હોસ્પિટલના ડોક્ટરનું કૌભાંડ, મકાન ભથ્થાંની ગેરરીતિ બહાર આવી
સબ રજીસ્ટ્રારનું નિવેદન લેવાયુંઃ આપને જણાવી દઈએ કે, શહેરના દંતેશ્વર વિસ્તારમાં સરવે નંબર 541 ફાઈનલ પ્લોટે 879 તથા 881વાળી જમીનનું આરોપી સંજયસિંહ પરમારને ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફેકિટે અપાવી આપનારા વકીલનું વડોદરા ક્રાઈમબ્રાન્ચ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. તેમ જ સંજયસિંહ પરમારે આ જમીનમાં પાડેલા 53 પ્લોટ પૈકી 27 પ્લોટના દસ્તાવેજ રજિસ્ટર્ડ કરનાર સબ રજિસ્ટ્રારનું નિવેદન લેવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી ટી. ડી. ઓ તથા જુનિયર ક્લાર્કની વધૂ પૂછપરછ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલમાં વડોદરા શહેર ક્રાઈમબ્રાન્ચ જરૂરી તમામ લોકો ના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે.
ક્રાઈમબ્રાન્ચે કરી અપીલઃ 100 કરોડ રૂપિયાની જમીન કૌભાંડ મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચે જાહેર અપીલ કરી છે કે, આ સરકારી જમીન પર કોઈ ગ્રાહકે પ્લોટ બાનાખત કે મૌખિક કરારથી નિર્દોષ ભાવે લીધો હોય તો તેવા લોકો નામ ગુપ્ત રાખી નિવેદન આપવા માગતા હોય તો ક્રાઇમબ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. હાલમાં આ સરકારી જમીન સગેવગે કરવાના મામલે આરોપી સંજયસિંહ પરમાર રિમાન્ડ પર છે ત્યારે આવનાર દિવસોમાં નવા ખૂલાસા થઈ શકે છે.