- વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે 4 મહિલાઓ સહિત 148 કેદીઓને વેક્સિન અપાઇ
- આરોગ્ય વિભાગની ટીમ વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચી હતી
- કેદીઓને રસી મૂકવાની સાથે યોગ્ય તકેદારીઓની સમજણ આપવામાં આવી
વડોદરાઃ ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેમાં વડોદરા શહેર પણ બાકાત નથી દિવસેને દિવસે શહેરમાં કોરોના કેસમાં વધારો જાવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચી હતી અને ત્યાં કેદીઓને રસી મુકવામાં આવી હતી. રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ.કે.એલ.એન.રાવ કેદી કલ્યાણની અનેક પહેલોના પ્રણેતા છે. જ્યારે આખા દેશમાં લોકોને કોરોના સામે સલામત કરવા રસી મુકવામાં આવી રહી છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોનાની રસી આપાઇ
વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સહયોગથી કેદીઓનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. હવાલાના જેલ અધિક્ષક વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું કે, રસી મૂકવાની સાથે લેવા યોગ્ય તકેદારીઓની સમજણ આપવામાં આવી હતી. આ લોકો 45થી ઉપરની વય જૂથના હતાં. કેદીઓએ પણ આ રસીની અગત્યતા સમજીને સહયોગ આપ્યો હતો.