વડોદરાઃ વડોદરામાં 8 મે ના રોજ શાકભાજી વેચનાર રાજેશ પરમારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાથી પ્રભાવિત થયાં બાદ તેમને વડોદરા આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
હાલ સમગ્ર ગુજરાતમાંં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ બીજી બાજુ સામે કેટલાય લોકો કોરોનાને માત આપી રહ્યાં છે. મંગળવારે વડોદરાના સાવલીના કોરોનાગ્રસ્ત શાકભાજી વેચનાર રમેશભાઈ 10 દિવસથી સારવાર હેઠળ છે, ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આમ, વડોદારના સાવલી રમેશભાઈએ કોરોનાની સારવાર લઈ કોરોના વાઈરસને માત આપી છે. સાજા થઈ સાવલી પરત આવતાં રાજેશભાઈનું ગ્રામજનો અને નગરપાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાવલીનો પહેલો કોરોના કેસ હતો, તે પણ સાજા થઈ જતાં હવે સાવલી તાલુકો કોરોના મુક્ત બન્યો છે.