લોકસભા ચૂંટણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસે ચૂંટણી ઘોષણાપત્ર રજૂ કર્યું હતું. વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર પ્રશાંત પટેલ અને કોંગ્રેસના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઘોષણાપત્રમાં કોંગ્રેસના વાયદા અને વચનો પૂર્ણ કરવા માટે લોકસભા 2004થી 2014 દરમિયાન દેશના 25 ટકા ગરીબ 6થી14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો મૂળભૂત અધિકાર, જંગલની જમીનનો અધિકાર, રોજગાર અધિકાર અને માહિતી અધિકાર સહિત હક્કો આપવાની વાત કોંગ્રેસ પક્ષે કરી છે.
આ ઉપરાંત વર્ષ 2004થી 2014 ગરીબી નાબુદી માટે કોંગ્રેસે કરેલા પ્રયત્નો 14 કરોડ નાગરિકોને ગરીબી રેખામાંથી મધ્યમ વર્ગમાં રૂપાંતર થયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. આ ઉપરાંત પત્રકાર પરિષદમાં સિદ્ધાર્થ પટેલે ભાજપ સરકાર પર શાબ્દિક આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાતના મુખ્યપ્રધાનના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એજન્ડા બચ્યો નથી. કોંગ્રેસ પક્ષે વાર્ષિક 72 હજાર આપવાનો કોંગ્રેસ પક્ષે નિર્ણય કર્યો છે સાથે ધંધા રોજગારનો વિકાસ થાય તે કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો છે.