ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા જિલ્લામાં પીવાના પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો - Chief Minister Vijay Rupani

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રાચીન સમયના દર્ભાવતી પ્રદેશ એવા ડભોઇ ખાતેથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાને પીવાના પાણીના કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કામોની ભેટ ધરી છે. ઉપરાંત રૂપિયા 71.86 કરોડના ખર્ચથી નિર્મિત ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-2નું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા જિલ્લામાં પીવાના પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો

author img

By

Published : Dec 6, 2020, 1:44 PM IST

  • ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું
  • વર્ષ 2021ના અંત સુધીમાં ગુજરાતના તમામ ઘરોમાં સો ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરૂ
  • વિજય રૂપાણીએ ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-2નું લોકાર્પણ કર્યુ

વડોદરાઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રાચીન સમયના દર્ભાવતી પ્રદેશ એવા ડભોઇ ખાતેથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ઉપરાંત પાદરા, કરજણ અને શિનોરને પીવાના પાણીના રૂપિયા 417.39 કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. સાથે તેમણે કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારીમાં યાત્રાળુઓની સુવિધા માટે રૂપિયા 46 કરોડના પ્રવાસન કામોનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત રૂપિયા 71.86 કરોડના ખર્ચથી નિર્મિત ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-2નું લોકાર્પણ કર્યું હતું.

પીવાના પાણીના આયોજન માટે રૂપિયા 14 હજાર કરોડનું બજેટ

આ યોજના દ્વારા ડભોઇ તાલુકાના 74 ગામો અને 14 નર્મદા વસાહતોની 89 હજાર ઉપરાંત વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે.આ ઉપરાંત રૂ.184.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નર્મદા કેનાલ આધારિત વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત તેમણે કર્યુ હતું. વડોદરા તાલુકાના 49 અને કરજણ શહેર સહિત તાલુકાના 93 અને શિનોર તાલુકાના 41 સહિત 183 ગામોને આ યોજનાથી પીવાનું શુદ્ધ પાણી મળશે. મહી નદી આધારિત પાદરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂપિયા 161.03 કરોડના ખર્ચે નિર્માણ થનાર યોજનાનું મુખ્યપ્રધાને ખાતમુહૂર્ત કર્યું હતું.આ યોજનાથી પાદરા શહેર સહિત તાલુકાના 80 અને વડોદરા તાલુકાના 8 સહિત 88 ગામો અને 34 પરાઓને પીવાનું શુદ્ધ પાણી મળશે.સાથે મુખ્યપ્રધાને વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રકાશિત પંચ જળ સેતુ પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતુ.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા જિલ્લામાં પીવાના પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો

રાજયમાં પીવાના પાણીના કરોડના કામો શરૂ

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું કે, ભૂતકાળમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં હતો. તેના કારણે જનકલ્યાણના કામો થતાં ન હતા. પણ આ સરકારે ઇમાનદારીથી પ્રજા દ્વારા ભરાયેલા કરવેરાના નાણાના એક એક રૂપિયાનો વિકાસ કામો માટે પારદર્શક્તાથી ઉપયોગ કરી સુશાસનની નાગરિકોને અનુભૂતિ કરાવી છે.

મધ્ય ગુજરાતના જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઇની ચાલી રહેલી યોજનાઓના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમ જણાવતા રૂપાણીએ ઉમેર્યું કે, રાજયના દરિયાકાંઠાના વિસ્તારોને શુદ્ધ પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીને મીઠા કરવા ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની પ્રથમ કડીના ભાગ રૂપે વડાપ્રધાન આગામી 15 ડિસેમ્બરના રોજ કચ્છના માંડવી ખાતે પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. તેમણે કહ્યું કે, ગુજરાતે ગુડ ગવર્નન્સ થકી લોકોની આશા-અપેક્ષા અને આકાંક્ષાઓને સાકાર કરવા સાથે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.

લોકોને ઇ-સેવા સેતુ થકી સરકારની વિવિધ સેવાનો લાભ ઘર આંગણે

લોકોને ઇ-સેવા સેતુ થકી સરકારની વિવિધ સેવાનો લાભ આંગળીના ટેરવે, ઘર આંગણે આપવાના અભિયાનની ભૂમિકા પણ તેમણે આપી હતી. મુખ્યપ્રધાને આ કાર્યક્રમના આયોજનમાં કોવિડ-19ની ગાઇડલાઇનનુ અસરકારક પાલન કરવા બદલ સૌ ઉપસ્થિતોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રધાન દિલીપભાઇ ઠાકોર, નર્મદા વિકાસ રાજયપ્રધાન યોગેશભાઇ પટેલ, સાસંદ રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન ચૌહાણ, ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, કેતનભાઇ ઇનામદાર, અક્ષયભાઇ પટેલ, જીતેન્દ્રભાઇ સુખડીયા, મધુભાઇ શ્રીવાસ્તવ, મનિષાબેન વકીલ, સીમાબેન મોહિલે,પાણી પુરવઠા અને યાત્રા ધામ વિકાસ બોર્ડના અધિકારીઓ, બજાર સમિતિના હોદ્દેદારો,પદાધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.