વડોદરા: વડોદરા શહેરમાં ચોરીના નિષ્ફળ પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે, ચડ્ડીધારી ગેંગ હાથમાં દંડા રાખીને ફરી રહી છે. આ ઘટનાથી ફફડી ઉઠેલા સ્થાનિકોએ સવારે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતા વધુ ડરાવનો અનુભવ થયો હતો. સ્થાનિકે જણાવ્યું કે, પોલીસે કહી દીધું, ડિ સ્ટાફ કામગીરી કરતી હોવાથી સાંજના સમયે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી શકાશે. ચોરોથી બચવા પોલીસ પાસે જતા લોકોને જો આવા જવાબ મળે તો જવું ક્યાં?
રાત્રિના સમયે દિવાલ કૂદીને સોસાયટીમાં કર્યો પ્રવેશ: આ અંગે સ્થાનિક રહીશ મંદાર ઉપાસની જણાવે છે કે, હું કલાલી વિસ્તારમાં આવેલી શાફલ્ય બ્લીસ સોસાયટીમાં રહું છું. જે ચાણક્યનગરીની સામે આવેલી છે. જેમાં ગતરાત્રિએ પોણા ચાર વાગ્યાની આસપાસ પાંચ જેટલા લોકો પાછળનું ફેન્સિંગ કાપીને અંદર ઘૂસ્યા હતા. જે બાદ તેઓ સોસાયટીમાં ફરી રહ્યા હતા. જે સમગ્ર ઘટના અહીં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં તેઓને સોસાયટીમાં પ્રવેશ કરતા જોવા મળ્યા છે. જો કે, તે લોકો કઈ જગ્યાએથી બહાર નીકળ્યા તે જોવા મળ્યું નથી. જે સમયે આ લોકો સોસાયટીમાં આવ્યા કે સમયે સિક્યોરીટી તેની સીટ પર હાજર નહોતો. તે તેના રૂમમાં હતો.
રહીશોમાં ભયનો માહોલ: સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે સોસાયટીમાં ધૂસી આવેલા ચોરોએ જેકેટ પહેર્યા હતા. સાથે સાથે મોં પર માસ્ક પણ લગાવ્યા હતા. જેમાં કેટલાક લોકોએ હાફ પેન્ટ તો કેટલાક લોકોએ પેન્ટી પહેરી હતી. સોસાયટીમાં એન્ટ્રી કરવા માટે તમામ ચોરોએ પાછળ આવેલા પ્લે ગ્રાઉન્ડનો ઉપયોગ કર્યો હતો. ત્યાં દિવાલ નાની હોવાથી તેને કૂદીને તમામ ચોરોએ સોસાયટીમાં એન્ટ્રી કરી હતી. આ મામલે રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો મોરેનામાં મોટો અકસ્માત, પહાડગઢના જંગલમાં ફાઈટર જેટ મિરાજ અને સુખોઈ દુર્ઘટનાગ્રસ્ત
પોલીસની કામગીરી પર સવાલ: બીજા દિવસે સવારે ઘટના અંગે જાણ થતા સોસાયટીના કેટલાક લોકો ભેગા મળીને પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં પોલીસ દ્વારા આ અંગે ડિ સ્ટાફ કામગીરી કરતી હોવાથી સાંજના સમયે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી શકાશે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ સમગ્ર મામલે પોલોસ જો કામગીરી કરવા માંગતી હોય તો રાહીશોની વાત દયાને લઈ સીસીટીવી ફુટેજના આધારે કામગીરી કરી શકાય પરંતુ આ મામલે પોલીસ છટકી રહી છે.